26/05/2017

"" માં ""


💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕


💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

Special Post Only for you *"Maa"*

*"મા" આ શબ્દ સાંભળી શરીર નું એકજ અંગ સહુથી પહેલું સક્રિય થઇ જાય છે તે છે "હૃદય"❤,*

*"મા" આ શબ્દ સંભાળતા દુનિયા ના દરેક ઘોંઘાટ શાંત થઇ જાય છે,* 🙃

*"મા" બસ એક શબ્દ "મા"*

*ઘરે દિકરો જન્મે કે દિકરી જન્મે પહેલો શબ્દ મોઢા માંથી નીકળે તે છે "મા"* 😍😍

*દિકરો હોય કે દિકરી હોય જીવન મા કોઈ પણ તકલીફ પડે તો "મા" ના ખોળામા માથું મૂકે એટલે બધી જ તકલીફ ગાયબ,* ☺☺

*"મા" એટલે પોતાના દીકરા-દીકરીની વગર પગારની વકીલ,* 😄😄

*મા" એક એવી વ્યક્તિ છે કે જીવન માં એને કોઈ જ રજા નો મોહ નથી કે નથી કોઈ વળતર નો મોહ નથી બસ કામ કરેજ જાય છે નિઃશ્વાર્થ ભાવે,* 🙃🙃


*ભગવાન પણ તલસતો હોય છે "મા" તારો પ્રેમ મળે, માટેજ વારે વારે અશુર ના અંત ના બહાને મનુષ્ય જન્મ લીધે રાખે છે,*

*આ જમાનામા જેને "મા" છે એને એની પડી નથી,* 😖

*નવ માહ પેટ મા જે રાખે, એના શ્વાસ માંથી અર્ધી શ્વાસ આપે, એના અન્ન માંથી અર્ધું અન્ન આપે, અને આપડે એને ઘરડાઘર બતાવીએ??* 😡😡

*શાબાશ......*

*એજ "મા" જયારે મરણ પામે છે અને એની ચિતા સળગતી હોય, ને અચાનક એનું હૃદય બહાર આવી એના દિકરા ના પગ મા પડે ને એમાં થી દર્દ ભરેલ અવાજ આવે દિકરા વાગ્યું તો નથી ને??* 😭😭

*સાહેબ આને કહેવાય "મા"*

*દુનિયા ની કોઈપણ ખુશી એક તરફ મારી "મા" ની એક હસી એક તરફ..* 😘😘

*એય "મા" હું તારી કુખે સાત નહીં પણ જેટલા જન્મ મારી આત્મા ના લખાયેલ છે ધરતી પર એ મારા ક્રુપાળું મહાદેવ મને અર્પે...* ☺☺

*"મા" કોઈ ભૂલ થાય તો માફ કરજે...* ☹☹

*"મા" હું તને ખુબ અનહદ પ્રેમ કરું છું..*

ฟяïтεท вγ:- *રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨✍✍

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

24/05/2017

💘 ગર્વિલો ગુજરાતી ❤



💠💠🔘💠💠🔘💠💠🔘💠💠🔘💠💠🔘💠💠

●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬●

*​​​​​​એય દોસ્ત..​😞​*

*મારી કોઈજ હેસિયત નથી કે હું તારી હારો હાર તારી આ દુનિયા માં બરાબરી કરી શકુ,..*

*પણ....,*


*એટલી તો હેસિયત છેજ કે હું તારી બરોબર થવા તારી સાથે દોડી તો શકીશ,...*

*પરંતુ મિત્ર,.....*

  *તારી એટલી હેસિયત નથી કે તું મારી બરોબર કરી શકે,.......*


*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨✍🏻

●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬●



●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬●

*​​​​​​એય દોસ્ત..​😞​*


*આ ચક્કર ને જોઈ તમારા દિમાગ માં ફક્ત એકજ વાત આવતી હશે કે એ 2g ના જમાના હતા, ત્યારે આવું કંઈક આવતું હતું બફરીંગ જેવું  યાદ આવ્યું મિત્રો,.....*

*પણ દોસ્ત,......*

*એને જરા ધ્યાન થી જોઈ વિચાર શો તો એક જીવન નો સબક શીખવાડી જાય છે,....*

*એમાં અજવાળું અંધકાર પાછળ ભાગે છે અને અંધકાર અજવાળા પાછળ, પણ, કોઈ કોઈના સુધી પહોંચી શકતુ નથી કારણ,......*

*અજવાળું એમ વિચારે છે કે હું બધા નો અંધકાર દુર કરું, અંધકાર એનું જીવન ઉજાગર કરવા અજવાળા પાછળ ભાગે છે,.....*


*એમજ દોસ્ત આપડા જીવન નું છે કે, આપડે પરિવાર, ઘર, સ્નેહીજન, જીવન માં આ બધા ને પાછળ મુકી બસ રૂપિયા પાછળ આંધરી ડોટ મુકી છે પણ રૂપિયા હાથ માં આવતા નથી, રૂપિયો એમ વિચારે કે હું એની પાસે જાવ પણ તમારા કારનામા એવા હોય છે કે એ આપ સુધી પહોંચી શકતો નથી,....*

*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨✍🏻

●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬●

💠💠🔘💠💠🔘💠💠🔘💠💠🔘💠💠🔘💠💠

21/05/2017

💘 ગર્વિલો ગુજરાતી ❤




  💘 ગર્વિલો ગુજરાતી ❤💘 ગર્વિલો ગુજરાતી ❤

ધન્ય ગુજરાત

          કનૈયાલાલ મુનશીએ લખ્યું છે કે,...........





         “ગુજરાતને સીમાડા નથી. ‘ગુજરાત’ એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે. જે પોતાને એક કલ્પનામાં, પોતાનું અસ્તિત્વ એક દ્રઢ સંકલ્પ દ્વારા સમજવામાં જીવનસાફલ્ય સમજે છે. જ્યાં ગુજરાતીઓ ‘ગુજરાત’ છે ને રહેશે એવી નિર્ણાયાત્મક કલ્પના સેવી એકઠા મળે છે ત્યાં ગુજરાતની હસ્તી છે.”

આ ઉપરાંત પારસી વેપારી,,

                           અરદેશર ફ. ખબરદાર




દ્વારા લખવામાં આવેલી આ કવિતા પંક્તિ મટીને કહેવત બની ગઈ છે.


“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
                             ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,
                             ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!”


કવી ઉમાશંકર જોશીએ ગુજારાત અને ગુજરાતના લોકો વિશે લખ્યું છે કે.....



“ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી,
કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.”


પ્રથમ, મે, 1960 ના રોજ બ્રૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી 


બોલતા પ્રદેશોનું એક અલગ રાજ્ય બનાવવામાં આવ્યું. બ્રૃહદ મુંબઈના ભાગલા પડવાથી મહારાષ્ટ્ર અને ગુજરાત એમ અલગ અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા.

ગુજરાત ભારતના પશ્ચિમ છેડે આવેલું રાજ્ય છે. ગુજરાતના પશ્ચિમે અરબી સમુદ્ર,ઉત્તરમાં પાકિસ્તાન અને ઉત્તર પૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર તથા દીવ દમણ અને દાદરાનગર હવેલી આવેલ છે.

ગુજરાતના ઈતિહાસની વાત કરીએ તો ગુજરાતને પોતાના સંસ્કારિતા અને સામ્રાજ્યને લઈને એક આગવો ઈતિહાસ છે. ગુજરાતનો ઈતિહાસ જૂનો અને ખૂબજ સમુદ્ધ છે. ગુજરાતની સંસ્કૃતિ ખૂજબ સમુદ્ધ છે. ગુજરાતના ઈતિહાસ વિશે માહિતી મેળવવા માટે આપણે પ્રાગ ઐતિહાસિક યુગમાં એક ડોંકિયું કરવું પડશે. આરંભઃ

પુરાણો અને મહાકાવ્યોમાં ગુજરાતને આનર્ત પ્રદેશ તરીકે ઓળખવામાં આવતો હતો. આનર્તનો પુત્ર રેવત આધુનિક દ્વારિકાનો શાસક હતો. ભગવાન કૃષ્ણએ મામા કંસનો વધ કર્યા


બાદ સૌરાષ્ટ્રમાં આવેલી દ્વારિકા નગરી વસાવી હતી. એ સમયે આ નગરીને દ્વારકા, દ્વારિકા, દ્વારામતિ તરીકે ઓળખવામાં આવતી હતી. એવું કહેવામાં આવે છે કે કૃષણની મૂળ દ્વારિકા નગરી સમુદ્રમાં ગરક થઈ ગઈ છે. ભગવાન કૃષ્ણ દ્વારિકાના શાસક હોવાથી તે દ્વારિકાધીશ તરીકે ઓળખાતા હતા. કૃષ્ણએ દ્વારિકામાં યાદવોનું શાસન સ્થાપ્યું હતું. પરતું યાદવો સત્તા, સંપતિ, સુખ અને મદિરાપાનમાંજ રાચતા રહ્યા હતા. જેના કારણે તેઓ અંદરો અંદર લડીને ખતમ થઈ ગયા હતા.

               સોમનાથ મંદિર અને ગિરનાથ પર્વતનો



પણ ગુજરાત વિશેની પૌરાણિક વાર્તાઓમાં ઉલ્લેખ જોવા મળે છે. પૌરાણિક સમયમાં સરસ્વતી નદી પણ ગુજરાતમાંથી વહેતી હોવાનું જાણવા મળે છે. પાંડવો તેના અજ્ઞાતવાસ દરમિયાન જે વિરાટ નગરીમાં રહ્યા હતા તે વિરાટ નગરી પણ આજના કચ્છમાં આવી હોવાનું માનવામાં આવે છે.


લોથન તથા ધોળાવિરામાંથી સીંધું ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે.



પ્રાચીન યુગનું ગુજરાતઃ


ગુજરાતમાં કૃષ્ણ ભગવાનના શાસન બાદ 3000 વર્ષ સુધી શું બન્યું તેની માહિતી મળતી નથી. આથી આ સમયગાળા દરમિયાન શું બન્યું હશે તેની માત્ર કલ્પનાજ કરવી રહી. યાદવકુળના નાશ બાદ ગુજરાતની એકંદરે સ્થિતિ અંધકારમય જેવી બની રહી હતી. કૃષ્ણ શાસન બાદ છેક ઈ.સ 319માં


મગધના પાટલીપુત્રના સિંહાસનેથી ચંદ્રગુપ્ત મૌર્યે ધ્વજ ફરકાવ્યો હોવાની માહિતી મળે છે.

એ વખતે સૌરાષ્ટ્ર અને ગુજરાત તેના શાસન હેઠળ આવતા હતા. ચંદ્રગુપ્ત મૌર્યના પૌત્ર અશોકે ઠેરઠેર શિલાલેખો કોતરાવ્યા હતા.



જેને અશોકના શિલાલેખ તરીકે ઓળખવામાં આવે છે. આમાંનો એક શિલાલેખ જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલો છે.

ઈસુના જન્મ થયા બાદ આશરે ચાર સદી સુધી શક પ્રજાનું ગુજરાત ઉપર શાસન રહ્યું હોવાનું માલુંમ પડે છે. ગુજરાતના રિતસરનો ઈતિહાસ જોઈએતો તેની શરૂઆત વલભીપુરથી થાય છે. એ સમયે વલભી માત્ર ગુજરાતની નહી પરતું પુરા ભારતની સંસ્કારભૂમિ બની હતી..


ભારતમાં નાલંદા અને વલભી બે મોટી વિદ્યાપિઠો આવેલી હતી.

પ્રાચીન કાળમાં મૂળરાજ સોલંકિના સમયને ગુજરાતનો સુર્વણકાળ ગણવામાં આવે છે. મૂળરાજે ‘ગુર્જરેશ’ પદવી ધારણ કરી હતી. તેના શાસન હેઠળ જે જે પ્રદેશો આવતા હતા તેને ‘ગુર્જરદેશ’, ‘ગુર્જરરાષ્ટ્ર’ કે ‘ગુજરાત’ તરીકે ઓળખવામાં આવતા હતા. સોલંકી વંશ બાદ વાઘેલાએ ગુજરાત ઉપર શાસન કર્યું હતું. વાઘેલા બાદ ગુજરાતમાં હિન્દુ રાજાઓના શાસનનો અંત આવ્યો હતો.

મધ્યકાલિન યુગ/ મધ્યયુગઃ


ગુજરાતમાં હિન્દુ રાજાઓના શાસનનો અંત આવ્યા બાદ ગુજરાત દિલ્હીના સુલતાનોના હાથમાં આવ્યું હતું. સુલતાનોએ ગુજરાતની પ્રજા ઉપર ઘણા અત્યાચારો કર્યા હતા.


                               મુઝફ્ફર શાહ




ગુજરાતનો પ્રથમ સુલતાન બન્યા હતા.

                   મુઝફ્ફરના પૌત્ર અહમદ શાહે





1411માં અમદાવાદનો પાયો નાખ્યો હતો.


અમદાવાદની સ્થાપના થયા બાદ તેની આસાપાસના લોકો ત્યાં આવીને વસવા લાગ્યા હતા, જેના પરિણામે અમદાવાદનો વિકાસ થયો હતો.

                 અહમદશાહના પૌત્ર મહંમદશાહે





મહેમદાબાદ શહેર વસાવ્યું હતું.

                          સંત નરસિંહ મહેતા



પણ આજ સમયગાળા દરમિયાન થઈ ગયા હતા. ગુજરાત ઉપર શાસન કરનાર છેલ્લો રાજા,,,,,

                                બહાદુરશાહ




હતો. ત્યાર બાદ મોગલોએ ગુજરાત જીતુ લીધું હતું.
મોગલોના શાસન દરમિયાનજ ગુજરાતની માઠી બેઠી હતી. મોગલ રાજા,,,,

                                 જહાંગીરના




શાસનમાં તેમની પરવાનગીથી અંગ્રેજોએ સુરત ખાતે વેપારની પહેલી કોઠી સ્થાપી હતી. જહાંગીરની આ ભૂલને કારણે ગુજરાત અને ભારતે ઘણું બધું સહન કરવું પડ્યું હતું. અંગ્રેજોએ વેપારની સાથે સાથે એકબીજા રાજાની ચાંચિયાગીરી કરવાનું ચાલું કર્યું હતું. જેના પરિણામે રાજાઓને એકબીજા સાથે લડાવીને બહું ટૂંકા સમયમાં ગુજરાત ઉપર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરી લીધું.




આધુનિક યુગઃ

ભારત અંગ્રેજોના હાથમાં સરકી ગયા બાદ દેશને આઝાદી અપાવવામાં ગુજરાતનું અમુલ્ય યોગદાન રહ્યું છે.

           ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ






જેવા નેતાઓએ ભારતને આઝાદી અપાવવા માટે જે બલીદાન આપ્યું છે તેના માટે ભારત દેશ યુગો સુધી તેનો રૂણી રહેશે.

અંગ્રેજ શાસનમાંથી મુક્તિ મેળવવા માટે સૌપ્રથમ પ્રયાસ



1857માં કરવામાં આવ્યો હતો. 1857ના આ બળવામાં ગુજરાતના નાંદોલ, દાહોદ, ગોધરા, રેવાકાંઠા તથા મહિકાંઠાના કેટકાલ પ્રદેશો પણ જોડાયા હતા. પરતું ગુજરાતની ક્રાંતિની આગેવાની લેનાર કોઈ કુશળ નેતા ન હોવાથી આ ક્રાંતિ બહુ વ્યાપક બની ન હતી.


ગુજરાતના વિવધ નેતાઓ તેમજ સમાજ સુધારકોએ લોકોમાં જાગૃતિ ફેલાવવાના કાર્યો કર્યા હતા. કવિ નર્મદે પોતાના



સામયિક ડાંડિયો દ્વારા સમાજ સુધારણાના કાર્યો કર્યા હતા.     સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના ફેલાવા માટે કાર્યો




 કર્યા હતા, તેમજ સ્વામી સહજાનંદે પછાત જાતીઓમાં



જાગૃતિ લાવવાના કાર્યો કર્યા હતા.

1185માં એ.ઓ.હ્યુમે કોંગ્રેસની સ્થાપના કરી હતી.



કોંગ્રેસના બીજા પ્રમુખ દાદાભાઈ નવરોજી,,,,,,



ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજી,,,,,,




ગુજરાતના હતા. આ ઉપરાંત ત્રણ અન્ય ગુજરાતીઓ


શ્યામજી કૃષ્ણવર્મા, સરદાર સિંહ રાણા અને મેડમ ભિખાઈજી કામા,,,,,,,







એ વિદેશમાં રહીને ભારતને આઝાદી અપાવવા માટે પ્રયત્નો કર્યા હતા.

ભારતને આઝાદી અપાવનાર તેમજ ભારતની ભૂમિ ઉપરથી અંગ્રેજોને હાંકી કાઢનાર મોહનદાસ કરમચંદ ગાંધીને કોઈ કેવી રીતે ભૂલી શકે? ગાંધીજીએ અમદાવાદ ખાતે સૌપ્રથમ કોચરબ આશ્રમની



સ્થાપના કરી હતી. ગાંધીજીએ 1918માં ખેડાખાતે સૌપ્રથમ




ખેડૂતોનું વિશાળ સંમેલન યોજ્યું હતું. ગુજરાતમાં એ સમયથીજ સત્યાગ્રહનો જન્મ થઈ ચુક્યો હતો.

મિઠા ઉપર લગાવવામાં આવેલા કરના વિરોધમાં ગાંધીજીએ 12, માર્ચ 1930ના રોજ દાંડી યાત્રા કરી અને મિઠાના કાયદાનો





ભંગ કર્યો હતો. 1942માં ગુજરાતમાં હિંન્દ છોડો આંદોલનની


શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગાંધીજીની અહમ ભૂમિકા રહી હતી. સહિયારા પ્રયાસથી આખરે 1947માં ભારત




અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયું. ભારતને આઝાદીતો મળી પરતું એ સમયે સૌથી મોટો માથોનો દુઃખાવો હતો નાના નાના રજવાડાઓ.



ભારત એ સમયે જુદા જુદા 600 જેટલા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. તેને એક કરવાનું કામ કર્યું હતું લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલે.




સરદાર વલ્લભભાઈ પટેલ વકીલ હતા. પરતું આઝાદી અંગેના ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થઈને તે ગાંધીજીની લડતમાં જોડાઈ ગયા હતા. ગુજરાતના આવા અનોખા ઈતિહાસને કોઈ કેવી રીતે ભૂલાવી શકે?

છેલ્લે...


કવિ નર્મદે તેના સામયિક ડાંડિયો દ્વારા સમાજસુધારણાના અનેક કાર્યો કર્યા છે. નર્મદ દ્વારા ગુજરાતની ગુણગાન કે ગુણગાથા ગાતી એક કવિતા રજૂ કરવામાં આવી છે.




જય જય ગરવી ગુજરાત

કવિ નર્મદ

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.


 💘 ગર્વિલો ગુજરાતી ❤💘 ગર્વિલો ગુજરાતી ❤

17/05/2017

💘 ગર્વિલો ગુજરાતી ❤



🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞


●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

 🌞  એક મીઠો તકરાર સૂર્ય દેવ સાથે  🌞

આજે સવારે જયારે હું મારા બાબા ને દવાખાને લઈ ગયો હતો, સવારથી જ સૂર્ય નારાયણ કોપાયમાન હતા,.😡

જયારે બાબા ને બતાવી દવાખાને બતાવી નીકળ્યો ત્યારે તો એમ લાગ્યું કે સૂર્ય નારાયણ સ્વયં મારી સામે બિરાજી એમનો તાપ પ્રસાદ માં આપતા હોય.🌝

મારાથી અમસ્તા જ થોડા ગુસ્સા😠 માં પુછાય ગયું, દાદા કેમ આટલા કોપાયમાન😡 છો, દેખો ને બાબા નું શરીર આપની જેમ તપે છે,.

સૂર્ય દેવ બગડ્યા મારી ઉપર,..

   અલ્યા ભલા માણસ, તું મને દાદા કહે છે, કેમ?

મેં કહ્યું અમને નાનપણ થી માતા-પિતા, દાદા-દાદી, અમને એમજ કહેતા કે *_સૂર્ય દાદા_* અને *_ચંદા મામા_* કહેવાય માટે,

તો પછી તે એનું કારણ શોધવા નો પ્રયત્ન ના કર્યો,..?

ઓ હા એની પર ધ્યાન ના ગયું..🙈🙉🙊



દેખ દીકરા આ ધરતી જેને તમે માતા કહો છો, *_એ,. મારી દિકરી છે...._*

આજે તારા દીકરા ની ચામડી તપી તો તે મારી ઉપર આક્રોશ વ્યક્ત કર્યો,. તમે મારી દિકરી નું *_કાળજું_* જ્યારથી કળયુગ ચાલુ થયો ત્યારથી તપાવો છો મેં કઈ કહ્યું તમને કે,,
        કેમ ભાઈ ઝાડ કાપો છો, કેમિકલ વાળા પાણી છોડો છો,. બેફામ સાધન નો ઉપયોગ કરી પ્રદુષણ કેમ વધારો છો,

આ બધાની પાછળ આપ સહુનો દોષ છે નઈ કે મારી,.

*_મારી દિકરી નું કાળજું ટાઢું કરો પછી મને કહેજો,.._*🌳🌏🌍🌎

*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨✍🏻
●▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬●

🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞🌞

via Instagram