🌳🌴🌴🌳🌴🌴🌳🌴🌴🌴🌳🌴🌴🌳🌴🌴🌳
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
*એક ટૂંકો સંવાદ પિતા અને પુત્ર નો સમજો અને વિચાર કરો,........✍🏻*
આજે સવાર થીજ પુષ્કળ ગરમી હોય એમ લાગતું હતું..
મારુ કામ પતાવી બપોરે હું ઓફીસ પર પહોંચી એસી ઓન કર્યું,
પગ લાંબા કરી મસ્ત પહોળો થઈ બેઠો,.
થોડી વાર પછી પપ્પા આવ્યા મહાજન માં જઈ ને, મને આમ જોયી એ મારા કપાળ પર એમનો હાથ લગાવ્યો,.
એમને કપાળ ગરમ લાગ્યું, એમને પૂછ્યું દીકરા તાવ આવ્યો હોય તો ઘરે જવું છે?..
મેં કહયું પપ્પા એ તો હું ગરમી માં થી હમણાં જ આવ્યો,.
પપ્પા થોડા ટેન્શન માં આવી ગયા, મેં પૂછ્યું પપ્પા શું થયું,..
પપ્પા એ ખુબજ ગંભીર અવાજ માં કહયું આ બધા ની પાછળ આપડેજ દોષી છીયે,..
આજ થી ૭૦ વર્ષ પહેલાં આપડી આ પેઢી ની જગ્યા એ ફક્ત એક ઝાડ નીચે બાંધેલ ચાંદરું હતું,.. ચારેય બાજુ પુષ્કળ ઝાડ અને બસ ઝાડ, એ વખતે બસ આ ઝાડ અમારે એસી સમાન હતા,.
ગરમી હતી પણ આટલી નહતી,. પણ જેમ જેમ આ મનુષ્ય હોશિયાર થતો ગયો તેમ તેમ કુદરતી એસી ઓછા થઈ ગયા,.
તમારે તો આજે ક્યાંય ઝાડ જોવા જવું હોય તો શહેર માં રૂપિયા લાગે છે,..
અમારે તો ચોવીસ કલાક બગીચો સામે,. આજે આપડી પેઢી આખા બજાર માં એક થી દસ નંબર માં આવે છે એનું પરિણામ આપડા પૂર્વજ જેમને આ ગાદી તપાવી છે ત્યારે આપડે આરામ થી એ ગરમી માં સેકાયેલ રોટલા ખયએ છીએ,.
પણ આપડે અને આપડા જેવા ઘણા ભણેલા ગણેલા લોકો એ ભેગા થઈ બધા થી આગળ વધવા પૈસા ની આ રેસ માં આપડા મિત્રો, વડવા સમાન વૃક્ષો ને ભૂલી ગયા,. અમારા વખતે કોઈ દી અમને ચંપલ પહેરવા ની જરૂર નહતી પડતી,.
કોઈ દી કમોસમી વરસાદ પણ નથી પડ્યો,. જ્યાં જોવો ત્યાં વૃક્ષો જ વૃક્ષો,
વાહહ' શું દિવસો હતા એ હવે તો બધે પીરું પીરું જ દેખાય છે સુરજ ના પ્રકાશ જેમ,.
તો દીકરા હું તમને સમજાવું છું કે જ્યાં જગ્યા દેખાય ત્યાં એક વૃક્ષ જરૂર વાવજો તમે તમારા સંતાન ને પણ એજ શીખ આપજો,. જરૂર પડે ત્યારેજ સાધન નો ઉપયોગ કરો નહીતો અગિયાર નંબર ની બસ 🚶🏻 પકડો,..
થોડુંક પેટ્રોલ ડીઝલ તમારા છોકરાઓ માટે તો બચાવો,. પપ્પા આપ સાચ્ચું કહો છો,.
મને મારા દીકરાનું અને તમને તમારા દીકરા નું શરીર નું ટેમ્પરેચર કેટલું છે એ ખબર પડે છે અને તાવ હોય તો દવા પણ લઈએ છીએ,. પણ આપડ ને આપડી આ ધરતીમાં જેના થી આપડે એટલા નજીક છીએ તોય એના ટેમ્પરેચર ની આપડ ને જાણ થતી નથી કે પછી આપડે જાણવા માંગતા નથી,. મિત્રો દરેક ને એક વિનંતી છે કે એક ઝાડ જરૂર વાવજો કોઈ માટે નહિ પણ તમારી ગાડી નું વિચારો,. એક ઝાડ જરૂર વાવજો,.
જેને ખબર પડે એ ઝાડ વાવે,.🌴🌴
જેને ખબર ના પડે એ કઈ નઈ ગરમી માં મરો તો,...😏😤😠
*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_* ✍🏻✨
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬▬
🌳🌴🌴🌳🌴🌴🌳🌴🌴🌴🌳🌴🌴🌳🌴🌴🌳
No comments:
Post a Comment