31/03/2017
30/03/2017
29/03/2017
27/03/2017
25/03/2017
24/03/2017
22/03/2017
💘 ગર્વિલો ગુજરાતી ❤ આજ ની સ્ટોરી 22-3
આજ ની સ્ટોરી
ખરી પ્રામાણિકતા – નવનીત પટેલ
7/0029 નંબરની કન્ફર્મ ટિકિટ સાથે હું નવસારીથી અમદાવાદ પહોંચવા ‘ભુજ એક્સપ્રેસ’ માં ચઢ્યો. ભીડથી ઘમ-ઘમતું નવસારીનું સ્ટેશન છોડીને હું મારા બેગ-બીસ્ત્રા સાચવતો મારી જગ્યાએ પહોંચ્યો . મારી ટિકિટ સ્લીપિંગ કોચની હતી અને મને ઉપરની બર્થ મળી હતી. મારા કમ્પાર્ટમેન્ટમાં નીચેની બધી સીટો અગાઉથી જ ફુલ હતી અને મારી સીટ પર બે જણ બેસીને પત્તા રમી રહ્યા હતાં. મેં એક વાર ટિકિટ ખિસ્સામાંથી કાઢી નંબર બરાબર તપાસ્યો પછી પેલા બન્ને મહાશયોને કહ્યું કે ‘આ મારી જગ્યા છે.’ તેઓએ કહ્યું, ‘અંકલ બે જ મીનીટ રાહ જોશો… પ્લીઝ… એક ગેમ પૂરી કરી લઈએ.’ હું મારો સામાન વ્યવસ્થિત કરી સાઈડમાં ઉભા રહી રાહ જોવા લાગ્યો.
થોડી જ વારમાં બન્ને મિત્રોએ ગેમ પૂરી કરી એક-બીજાને હાથતાળીઓ આપી નીચે ઉતર્યા. પછી હું મારી સીટમાં ગોઠવાયો. અમારા કંપાર્ટમેન્ટમાં મેં નજર ફેરવી તો જાણે બગીચો હોય તેમ બધાજ પ્રકારનાં લોકો હતા. એક ઘરડા કાકા હાથમાં છાપુ લઈને નાક પર ચશ્માં ટેકવીને નજર ફેરવી રહ્યા હતા. તેની બાજુમાં એક કોલેજીયન જાણે છેલ્લી ઘડીએ પરીક્ષાની તૈયારી કરવા બેઠો હોય તેમ મેડીકલનાં થોથાં જેવી જાડી બુક વાંચી રહ્યો હતો. સામે બે યુવાન કપલ બેઠા હતાં. જેમાંના બન્ને પુરુષો મારી જગ્યા પર પત્તાં રમી રહ્યા હતાં તે જ હતાં. બાજુની બારી પાસે એક મધ્યમ વયનાં કોઈ પ્રોફેસર જેવા લાગતા સજ્જન આંખ મીંચીને વિચારે ચઢ્યા હતાં. અને તેની બરોબર સામે કોઈક સાધુ-બાવા જેવા લાગતાં એક ફકીર બેઠાં હતાં.
ઉપરની સાઈડમાં મારા સિવાય હજુ કોઈ ઉપર સુવા માટે આવ્યું ન હતું. ફેરિયાઓ થોડી-થોડી વારે આવ-જા કરતા હતાં. ચા વાળો ડીપ-ડીપ… ડીપ-ડીપ… કરતો નીચે બેઠેલા બન્ને કપલને વાતોમાં ખલેલ પાડતો હતો. દાંત ન હોવા છતાં પેલા કાકા ઘણી વખત ચણા-ચોર ગરમવાળા તરફ અને વડાપાઉં વાળા તરફ છાપામાંથી મોઢું કાઢીને જોઈ લેતા હતાં.
હું મારા કામમાં આખો દિવસ વ્યસ્ત રહીને થાકી ગયો હતો એટલે સુવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એવામાં મારી નજર નીચે પડી. એક ફાટેલ કપડામાં અનેક થીગડાં મારેલી ભિખારી બાઈ, તેના હાથમાં તેડેલા નાગોડિયા છોકરા સાથે કાકલુદી કરતી ભીખ માંગી રહી હતી. ‘દયાળુ, ભિખારીને કંઈક આપો… ઉપરવાળો તમને સુખી કરશે… માઈ બાપ…!!’ તેમનાં અવાજમાં આજીજી હતી અને ભૂખનું દુઃખ દેખાઈ આવતું હતું. એ બાઈ કંપાર્ટમેન્ટમાં સાઈડમાં ઉભી ઉભી બોલી રહી હતી પણ તેમનાં ૧૪-૧૫ વર્ષનો એક પગે અપંગ છોકરો ભાંખોડિયાંભેર દરેક લોકો પાસે જઈને હાથ અડાડી અડાડીને કંઈક આપવા માટે આજીજી કરતો હતો. લોકોનાં તિરસ્કાર અને ધિક્કારમાં તેને ઘણીયે વખત હાથ પાછો લઈને પાછા ફરી જવાનું મન થઇ આવતું હશે પણ પાછળ ફરીને તે તેની માં સામે અને તેનાં નાગોડીયા ભાઈ સામે જોઈને તેનું હૃદય પાછું ભીખ માંગવા માટે હાથ લંબાવવા મજબુર કરતુ હતું. અને ફરી પાછો તે છોકરો પેસેન્જરોનાં પગને હાથ અડાડી હાથને મોં તરફ હલાવી ભૂખ્યો હોવાનું સૂચવતાં ભીખ માંગી રહ્યો હતો.
કંપાર્ટમેન્ટમાં બધા લોકો તેને હડધૂત કરતાં તિરસ્કાર કરી રહ્યા હતાં. પેલા કાકાએ તો ભિખારીનાં અડવાથી કપડા ના બગડે તે માટે પગ ઉપર લઇ લીધા. અને બબડ્યાં ‘સાલાઓ કોઈ કામ ધંધો નથી કરવો એટલે ભીખ માંગવા નીકળી પડ્યા છે…!’ બાજુમાં બેઠેલા કોલેજીયને પણ ટાપસી પુરાવી ‘હા અંકલ, આ લોકોને તો જ્યાં સુધી મફત ખાવાનું મળે ત્યાં સુધી કામ સામું જોતાં જ નથી અને એટલે જ અત્યારે મજુરોની તંગી છે. કોઈ મજુરી કરવા તૈયાર જ નથી ને.’
‘અત્યારે તો ભાઈ શેઠને નોકરની સામે નોકર બનીને રહેવું પડે છે ત્યારે નોકર ટકે છે.’ આંખો બંધ કરીને બેઠેલા પેલાં પ્રોફેસર જેવા લાગતાં ભાઈએ જંપલાવ્યું. ત્યાંતો પેલા બન્ને મિત્રોમાંથી એકે નેતાની જેમ ભાષણના સ્વરમાં કહ્યું કે : ‘ભારતમાં આ ગરીબી-ભૂખમરો વધારનાર આવા ભિખારીઓ જ છે.’
બીજા એ સપોર્ટ કરતાં કહ્યું, ‘આવાઓને લીધે જ આપણા ભારતની આવી દુર્દશા થઇ છે.’ આ બધાની વાત શાંતિથી સાંભળી રહેલા પેલાં બાવા જેવા લાગતાં ફકીરે કહ્યું કે :
‘ભાઈ! દુનિયામાં આવું જ હોય છે. માંગવાથી મળી રહેતું હોય તો શા માટે લોકો મહેનત કરે…? જેને માન વહાલું ના હોય કે ઓછું વહાલું હોય તેઓ તો આ જ રસ્તો અપનાવાના…!’
છાપાની ગળી વાળીને બાજુમાં મુકતાં કાકાએ કહ્યું ‘પાછા આ સાલ્લાઓ આવી ટ્રેનોમાં મફતમાં મુસાફરી કરતા હોય છે, ટી.સી. પણ તેઓને કંઈ કહેતા નથી હોતા…!’ પેલાં ત્રણે ભિખારીઓ તો જતા રહ્યાં પણ વાત હજુ પૂરી થવાને બદલે આગળ વધી રહી હતી. હું ઉપરથી નીચેનો તમાસો જોતા વલોવાતા હૃદયે આ વાત બંધ થાય તેની રાહ જોતો હતો. ત્યાં તો વાતે રૌદ્ર સ્વરૂપ પકડ્યું અને બધાને વાતમાં જાણે કોઈ મોટા ખજાનાની વાત ના કરતા હોય તેવા મશગૂલ થઈને રીતસર ભિખારી પ્રકરણ પર મરચાં વટવાનાં શરુ કર્યા. પેલા કાકા તો જાણે અગાઉ ટ્રેનમાં ટી.સી. ના રહી ચુક્યા હોય તેમ આવાં ભિખારીઓને મફતમાં મુસાફરી કરતા બંધ કરવા માટે બંડ પોકારતા હતાં ! મને હૃદયમાં ખૂબ આઘાત લાગ્યો કે આ લોકો ભલે ભિખારીને કંઈ ન આપે પણ એનાં વિશે કંઈ જ જાણતા ન હોવા છતાં અને એની શું પરિસ્થિતિ છે તેનો એક અંશ પણ ન જાણવા છતાં તેના વિશે મન ફાવે તેમ બોલતા હતાં. હું આ વાતાવરણથી તંગ આવી જઈ બાથરૂમ જવા માટે નીચે ઉતર્યો. બાથરૂમ બાજુ જતા મેં એક અદભુત દ્રશ્ય જોયું. ટિકિટ-ચેકર પેલી ભિખારી બાઈ પાસે ટિકિટ માંગતો હતો. મને થયું કે હવે આ ટી.સી. નાહકનો પેલી ભિખારી બાઈને વઢશે અને આગળનાં સ્ટેશને ઉતારી દેશે…! કદાચ દયા દાખવીને જવા પણ દે એવું પણ બને…!
શું બને છે, તે જોવા હું થોડી વાર ત્યાં થોભ્યો. મારા આશ્ચર્ય વચ્ચે પેલી ભિખારી બાઈએ સાડલાના છેડા પરથી ગાંઠ છોડી ને તેમાંથી ટિકિટ કાઢી ટી.સી.ને બતાવી. હું પણ આંખો પહોળી કરી ટી.સી.ના ખભા પાછળથી ટિકિટમાં જોવા લાગ્યો. આજની જ ટિકિટ હતી અને બાળકની અને બાઈની એમ બંને ટિકિટ હતી. મને ખરેખર તે પ્રામાણિક બાઈ ઉપર ખુબ લાગણી ઉપજી. મને તે ભિખારીમાં એક સાચી પ્રમાણિકતા દેખાઈ. મારા ખિસ્સામાં હાથ નાખી જેટલું પરચુરણ નીકળ્યું તે અપંગ છોકરાનાં હાથમાં મૂકી હું બાથરૂમ તરફ વિચારતો વિચારતો આગળ વધ્યો.
પાછા ફરતા હું મારા કંપાર્ટમેન્ટ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં ખુબ જ ભીડ હતી. જાણે કોઈ મુસાફર ગંભીર હાલતમાં હોય ને બધા ટોળે વળ્યા હોય તેમ લોકો એકઠાં થઇ ગયા હતાં. હું લોકોને આઘા પાછા કરી થોડો આગળ વધ્યો અને જોયું તો ટી.સી. અને પેલા ચશ્માવાળા કાકાની રકઝક ચાલતી હતી. વાતો પરથી મને ખ્યાલ આવ્યો કે ભિખારીઓને વગર ટિકિટે મુસાફરી કરવા બદલ ગાળો ભાંડતા પેલા કાકાએ જ ખુદ ટિકિટ નહોતી લીધી. એને એમ કે ટી.સી.ને થોડા ચા-પાણીના પૈસા આપીને છટકી જવાશે. પરંતુ દરરોજ થોડા સરખા ટી.સી. હોય છે ? જેમ સાગર કિનારે પડેલા શંખલાઓ અને છીપલાઓ વચ્ચે ક્યારેક જ મોટી પેટાળમાંથી નીકળી કિનારે આવ્યું હોય છે. તેમ પ્રામાણિક ટી.સી. આવી લાલચોમાં આવવાને બદલે કાયદેસરનાં જ પગલા લેતા હોય છે….! મને પેલા ભારતના ભાવી માટે બોલાયેલા કાકાના બધા શબ્દો યાદ આવવા લાગ્યા અને મારા હૃદયના ઊંડાણમાંથી એક સાદ સંભળાયો….
‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે,
ફુલડાં ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે…’
ખરેખર ! દુનિયામાં પ્રમાણિક હોવાનો સ્વાંગ પહેરીને ફરતા લોકો જ સહુથી વધારે અપ્રમાણિકતાનાં ધંધા કરતા હોય છે અને પોતાના આવા કૃત્યો ને છૂપાવવા માટે જ બીજા તરફ આંગળી ચીંધતા હોય છે. પરંતુ આવા લોકોને એ નથી ખબર કે બીજા તરફ ચીંધાયેલી એક આંગળીની બાજુમાં રહેલી ત્રણ આંગળી તેની તરફ જ ઈશારો કરે છે કે : ‘હે માનવ ! તું જ સહુથી મોટો નાલાયક છો… બીજા સામે પછી આંગળી ચીંધજે….!!’ જીવનમાં માણસ જો પોતે જ પોતાને છેતરવાનું બંધ કરે તો આખી દુનિયા સુધરી જશે. જગત ને સુધારવા જવાની જરૂર નથી, જાતે સુધરી જવાની જરૂર છે. ખરું ને ?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💖Love status💖
💖💖💖💠💖💖💖💠💠💠💖💖💖💠💖💖💖
"ֆաɨtʊ"👸🏻 તારા આંખોના ઈશારા પર મરી જાવ ...
બસ તુ એક વાર નજર તો મિલાવી જો...😘😍☝🏻
"ֆաɨtʊ"👸🏻 બસ તને જોઈને આંખોને ઠંડક મળે છે...,
કોણ કહે છે કે તુ બોવ ગરમ મીજાજની છે...😍😘☝🏻
"ֆաɨtʊ"👸🏻 મારા કરતા વધારે તારે ઉધવાની પડી છે...
*ને કહે છે કે તમારા પ્રેમમાં પડી છુ....*😍😘☝🏻
*"ֆաɨtʊ"👸🏻 તને જોયા પછી થયુ,*
*કે,*
*કયામત 5 ʄօօt 4 ɨռċɦ ની હશે...*😘😍☝🏻
*હું ભુલી જવ પણ "ֆաɨtʊ"👸🏻 તુ મારી યાદ રાખજે...*
*આંખો ભલે ના ભીંજાય પણ*
*યાદ અપાવી તારી દિલને રડાવી નાખજે...*😍😘☝🏻
*નથી જરૂર રહેતી દરેક વાત લખવાની મારે,*
*હવે તો લોકો મારી આંખે "ֆաɨtʊ"👸🏻તારી તસ્વીર જોઈને જ સમજી જાય છે...😍😘☝🏻*
*જેમ રાધા દુરથી કાનુડાની મોરલીનો અવાજ સાંભળી લે,*
*એમ જ "ֆաɨtʊ"👸🏻 તુ પણ મારી પાસે બેસી મારી વાત સાંભળી લે તો સારુ...*😘😍☝🏻
*"ֆաɨtʊ"👸🏻 દિલ ઝુમી ઉઠતું મારુ,*
*જ્યારે તું પુછતી....એક વાત કવ..?*😘😍☝🏻
*"ֆաɨtʊ"👸🏻 ગાંડો થઇ જાવને તો તેને મારુ નસીબ ના સમજતી...*
*આ જ તો મારી દિવાનગી છે જે નસીબ કરતા પણ એક ડગલું આગળ છે...*😘😍☝🏻
*"ֆաɨtʊ"👸🏻 તને કેમ સમજાવું..!!*
*મારી મીરા🙎🏻... મારી રાધા👸🏻 અને મારી રુકમણી👰🏻 તું જ છે...*😘😍☝🏻
*"ֆաɨtʊ"👸🏻 સાથ નિભાવી લઈશું એક મેક નો..."*
*તું હિમ્મત તો કર.. દુનિયાને હરાવી દઈશું..*😍😘☝🏻
*શક્ય છે કદાચ દરિયાનું🌊 ઊંડાણ મળી જાય...*
*એકવાર "ֆաɨtʊ"👸🏻 તારી આંખમાં 👀જોયું છે..*
*માત્ર હરણની આંખ માફક માસુમિયત અને મારા માટે અનંત પ્રેમ...*😘😍☝🏻
*હક તો હું પણ જતાવી સકું "ֆաɨtʊ"👰🏻 તારા ઉપર,*
*પણ મને હક કરતા મારી ફરજ વધુ વહાલી છે...*😘😍
*તમને કૈંક થવાના કોડ,*
*અમને વ્હાલી લાગે સોડ;*
*જરીક તમારે સ્પર્શ અમે તો સાતે સ્વર ઝંકાર્યા,*
*તમે કહો તે સાચું વ્હાલમ ! તમે કહો તો હાર્યાં !*😍😘
*"ֆաɨtʊ"👸🏻 કંઈક તો દયા કર આ દિલ પર"...*
*"દિલ મારુ મિલીમીટર જેવડું અને યાદો તારી કિલોમીટર જેવડી"...*😘😍☝🏻
*રાહ જોવાની હવે પહેલા જેવી મજા નથી રહી...*
*એકાદુ પોસ્ટ કાર્ડ લખ ને "ֆաɨtʊ"👸🏻*
*ઇ-મેઇલ ને*
*વોટ્સઅપ જલ્દી મળી જાય છે...*😍😘☝🏻
*હું કદાચ "ֆաɨtʊ"👸🏻 તારી કાળજી રાખવાનું ભૂલું,*
*પણ,*
*તારી આ 555 વોʟt ની સ્માઈલ😊 ની કાળજી રાખતા ક્યારેય નહીં ભૂલું...*😘😍☝🏻
*શિકારી😈 શિકાર ⚔કરવા નીકડયો હતો,*
*હાવજ🦁નો*
*બસ....*
*શિકારી 😈ની નજર 👀હટી ને,પોતે ⚔શિકાર 😋થઈ ગયો...*🦁😡
*"ֆաɨtʊ"👸🏻 મારી એક ઇચ્છા આ પણ છે,*
*તું મારા ચાળા👻 પાડતી હોય,*
*અને*
*હું તને પાસે ખેચી "ɦʊɢɢʏ" કરી લવ...*😍😘
*"ֆաɨtʊ"👸🏻 ગુલાબી એવા તારા હોઠો વડે જ્યારે તું હસે છે,*
*ત્યારે એવુ લાગે છે કે જાણે પાણીમાં બે હજારની નોટ તરે છે...*😍😘🤞🏻
*"ֆաɨtʊ"👸🏻 વાત વાતમાં જો કયારેક તારી વાત નીકળે...*
*તો એ એક જ વાતમાં આખી રાત નીકળે.......!!!!*😘😍🤞🏻
*મેસેજની રીંગ વાગે ને મન માં,આવે "ֆաɨtʊ"👸🏻 તમારી યાદો ,*
*કંઈ જ નથી ખુટતું આજે ...*
*ખૂટે છે તો બસ તમે અને તમારી વાતો...*😘😍✋🏻
*"ֆաɨtʊ"👩🏻 તારો😡 ગુસ્સો'ય ચા☕ જેવો !!*
*અને તને પીવાની મઝા પણ ગરમ કરીને જ છે...!!😘😍🤞🏻*
*"ֆաɨtʊ"👩🏻 બે ચમચી હસવું તારું અને ચપટી ભરી નખરા...*
*બસ હવે આજ છે ખુશી ના ખોરાક મારા...!!*😘😍
*"ֆաɨtʊ"👩🏻 હુ 😎તો તારી સાદગી👩🏻 પર મરુ છુ,*
*તુ કેમ 👸આટલી તૈયાર 👸🏻થઈ ને નીકળે છે...*😍😘
💠💠🔹💠💠🔹💠💠🔹💠💠🔹💠💠🔹💠💠
21/03/2017
💘 ગર્વિલો ગુજરાતી ❤ આજ ની સ્ટોરી 21-3
💜💜💘💜💜💘💜💜💘💜💜💘💜💜💘💜💜
આજ ની સ્ટોરી
એક પતિની વ્યથા-કથા – ડૉ. કૃષ્ણા હસમુખ ગાંધી
દુનિયામાં લોકોને જાતજાતનાં દુઃખ હોય, આર્થિક તકલીફ હોય, સાંસારિક-કૌટુંબિક પ્રશ્નો હોય, શારીરિક સમસ્યા હોય વિ. વિ., તો કોઈક પતિને ગમાર, અણઘડ, અરસિક કે કર્કશા પત્ની મળી હોય. મારે આવી કોઈ જ તકલીફ નથી, છતાંય એક તકલીફ તો છે, જે કહેવાય તો સાવ મામૂલી, પણ તેના લીધે મને જીવનમાં ક્યાંય શાંતિ નથી.
આમ તો મારી પત્ની હોશિયાર, ઘરરખ્ખુ અને સુશીલ છે, પિયર-સાસરામાં બધાં સાથે તેને સારાસારી છે તેમ જ કુશળતાથી ઘર, બાળકો અને વ્યવહાર સાચવે છે, પણ તેને એક જ વળગણ છે – ચોખ્ખાઈ અને સુઘડતાનું. ઘરમાં ક્યાંય ડાઘ ન પડવો જોઈએ, છાપાંની ઘડી બરાબર થવી જોઈએ. બાથરૂમમાંથી બહાર આવતાં પગલૂછણિયા પર પગ લૂછીને જ બહાર આવવું જોઈએ વિ. વિ. એમાં જો જરાક પણ ભૂલ થઈ તો આવી જ બન્યું સમજો.
આજે તો સવાર સવારમાં જ હું વાંકમાં આવી ગયો. નાહીને નીકળ્યો ત્યાં ફોનની ઘંટડી વાગી ને હું દોડ્યો ભીના પગે ફોન લેવા કે તરત લપસી પડ્યો અને ટિપૉયનો ખૂણો પગમાં વાગી ગયો અને હું પગ પકડીને બેસી પડ્યો. ત્યાં તો શ્રીમતીજીએ લેકચર આપવા માંડ્યું, ‘એમ દોડવાની શી જરૂર હતી ? ફોન જેનો પણ હોય તે ફરીથી કરત ને ? હવે આ દોડવાની ઉંમર છે ? કેટલી વાર કહ્યું કે પગ બરાબર લૂછીને જ બહાર આવવું, પણ આ બધું યાદ કોણ રાખે ? લાવો આયોડેક્સ લગાડી દઉં અને પછી થોડી વાર ત્યાં જ બેસી રહેજો.’ હજી તો કલાક થયો હશે ત્યાં મને યાદ આવ્યું કે લાવ જરા બે-ત્રણ ફોન કરી લઉં. મારા મોબાઈલમાં વાત ચાલુ હતી ત્યાં લેન્ડલાઈનનો ફોન રણક્યો. મારી સાળીનો ફોન હતો. મેં એને કહ્યું કે શ્રીમતીજીને બોલાવું છું. મેં શ્રીમતીને બૂમ પાડીને કહ્યું પણ ખરું કે ‘તારો ફોન છે…..’ અને હું પાછો મારા મોબાઈલ પર વાતોમાં વ્યસ્ત થઈ ગયો. અડધા કલાકે શ્રીમતીજી રૂમમાં આવ્યાં ને જોયું કે રિસિવર નીચે મૂક્યું છે એટલે પૂછ્યું કે રિસિવર કેમ નીચે મૂક્યું છે ? મેં કહ્યું કે, ‘લે ! તારી બેનનો ફોન હતો તે તેં લીધો નહીં ?’ અને ખલાસ…. મારા પર વરસી પડ્યા. કહે કે ‘મેં આવું કર્યું હોત તો ? મેં એકવાર બૂમ ન સાંભળી તો બીજી વાર ન કહેવાય ? નહીં તો ઊભા થઈને રસોડામાં આવીને ન કહેવાય ? એવો તે ક્યા ગવર્નરનો ફોન હતો – તે વચ્ચે ‘ડિસ્ટર્બ’ ન થાય ?
હવે શું કહેવું મારે એને ? કોઈક વાર આવું થાય પણ ખરું, એમાં કાંઈ મોટો ગુનો થઈ ગયો ? એનાથી તો જાણે કંઈ ભૂલ થતી જ નહીં હોય ! ગુસ્સામાં મનોમન બબડતાં લાઈટનું બિલ ભરવા નીકળ્યો. ત્યાં જોયું કે બિલ સાથેનો ચેક તો નથી ! એ ક્યાં ગયો ? મેં ઘરે ફોન કર્યો કે ચેક ઘરે તો નથી રહી ગયો ને ? ત્યાં તો અપેક્ષા મુજબ જ સાંભળવા મળ્યું, ‘મને હતું જ કે કંઈક તો ગરબડ થશે જ. આવી રીતે ક્યાં ચેક પાડી આવ્યા ? હવે કરો બૅન્ક સાથે સ્ટૉપ પેમેન્ટની માથાકૂટ અને ઘરે આવીને બીજો ચેક લઈ જાવ. અડધા અડધા કામ કરે ને મગજમારી થાય તે જુદી.’ સવારથી માથું પાકી ગયું હતું. ભરતડકે ઘરે આવી, બીજો ચેક લખી બિલ ભર્યું અને બૅન્કમાં જઈ જરૂરી કાર્યવાહી કરી અને પાછો ફર્યો તો ઘર પાસે કૂંડામાં ચેક ઊડીને પડેલો તે મળ્યો. મને તો હસવું કે રડવું તે જ સમજ ન પડી.
ઘરે આવીને હજી હિંચકે બેઠો ન બેઠો ત્યાં ફરમાન છૂટ્યું, હમણાં કામવાળી બાઈ આવી જશે એટલે હાથ ધોઈને પહેલાં જમવા બેસો. પછી જે કરવું હોય તે કરજો. દલીલ કરવી વ્યર્થ હતી. આજે તો ન બોલવામાં જ સાર હતો એટલે ચૂપચાપ જમવા બેસી ગયો. સવારથી છાપામાંય નજર કરી નહોતી તેથી હાથમાં છાપું લઈને જમવા બેઠો. ત્યાં તો એ મને ટપારતાં કહે છે, ‘તમારું નવું શર્ટ છે તો બદલી કાઢો. ક્યાંક ડાઘા પડશે.’ મારુંય મગજ ગયું. મેં કહ્યું, ‘નહીં પડે ડાઘા…હવે પીરસને જલદી…’ હજી તો એકાદ પાનુંય નહીં વાંચ્યું હોય ત્યાં તો શ્રીમતીજી ઉગ્રસ્વરે ઠપકો આપતાં બોલ્યાં, ‘જોયું ને ! હું કહેતી’તી કે શર્ટ બદલીને જમવા બેસો. પાડ્યા ને દાળ શાકના ડાઘા ! મને ખબર જ હતી કે તમારાથી ડાઘ પડ્યા વગર ભાગ્યે જ રહે અને એમાંય છાપું વાંચતાં જમો ત્યારે તો ખાસ પડે. હવે કાઢો જલદી શર્ટ, પહેલાં ડાઘ સાફ કરી નાખું, નહિતર લૉન્ડ્રીમાં આપીશને તોય નહીં જાય. તમારું તો સાવ નાના છોકરા જેવું છે !’
જમીને માંડ આડો પડ્યો અને ગરમી બહુ લાગી એટલે ઍરકન્ડિશનર ચાલુ કર્યું અને થાક્યોપાક્યો હોવાથી મીઠીમજાની ઊંઘ આવી ગઈ. ત્યાં તો સંભળાયું, ‘અરરર ! કેવા માણસ છે ? એ.સી. ચાલુ કર્યું, પણ બારીય બંધ કરતા નથી. આવા તે કેવા સાવ છો ? આટલી બેદરકારી ?’ મારી મીઠીમજાની ઊંઘ ઉડાડી નાખી. હવે બારી ખુલ્લી રહી ગઈ હોય તો ચૂપચાપ બારી બંધ કરી ન દેવાય ? હું તો ચૂપચાપ પડી રહ્યો.
બપોરે ઊઠીને જોયું તો ‘એ’ હજી ઊંઘતી હતી. મને થયું ભલે આરામ કરે. આજે તો હું મારી જાતે જ ચા બનાવી લઉં. ચા ગૅસ પર મૂકી ત્યાં બેલ વાગી. જોયું તો કુરિયરવાળો. સહી કરીને કવર લીધું અને ખોલી વાંચ્યું ત્યાં તો અચાનક ચા યાદ આવી. જઈને જોયું તો ચા ઊભરાઈ ગઈ હતી. તપેલીય બળી ગઈ હતી. હું ચૂપચાપ સાફ કરવામાં પડ્યો ત્યાં તો બળવાની વાસથી શ્રીમતીજી જાગીને રસોડામાં આવ્યાં અને મોઢું ચડાવીને બોલ્યાં કે ‘આમ હોય ? આમ ને આમ કોઈક દિવસ ઘરમાં આગ લાગવાની છે !’ (કેમ જાણે શ્રીમતીજીથી તો કોઈ દિવસ ચા-દૂધ ઊભરાયાં જ ન હોય !) સાંજે મને થયું કે ચાલ, આજે દરિયાકિનારે ચાલવા જાઉં. ‘ફ્રેશ’ થઈ જઈશ. મારા મિત્રોને પણ ફોન કર્યા અને મિત્રો સાથે ફરવાની મજા પણ ખૂબ આવી. ઘરે આવીને આરામથી સોફા પર બેસી ટીવી ચાલુ કર્યું. ત્યાં તો શ્રીમતીજીનો ગુસ્સો સાતમા આસમાને ! ‘આવા રેતીવાળા બૂટ પહેરી આખા ઘરમાં ચાલ્યા ? કોઈ બાબતનું ધ્યાન જ નહીં રાખવાનું ? આ તે કઈ રીત છે ? હું તો કહી કહીને થાકી, પણ ઘરને ઘર જેવું રાખવા જ દેતા નથી ! હવે ઘરમાં ઝાડું કોણ કાઢશે ?’
આજે તો આખા દિવસની કઠણાઈ મારે લમણે લખાયેલી હતી તેથી મારે માટે તો ‘મૌનીબાબા’ બન્યા સિવાય ક્યાં કોઈ બીજો રસ્તો હતો ? મારું આ દુઃખ મારે કોને કહેવું ?
🌿🌿🌾🌿🌿🌾🌿🌿🌾🌿🌿🌾🌿🌿🌾🌿🌿
💘 ગર્વિલો ગુજરાતી ❤
✨✨💠✨✨💠✨✨💠✨✨💠✨✨💠✨✨
એય, δσςt🤓 તારી આ અમીરી ની બહુ ડંફાસ ના કરીશ,..
હું જેટલો માઇનસ 😎➖ માં છું એટલોજ તું પ્લસ 🤓➕ માં છે,..
મારા સુધી પહોંચવા તારેય માઇનસ 🤓➖ તો થવુંજ પડશે,.
*રુદ્ર*🌹 *_~ѵίѵεƘ~_*✨
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*✍🏻 સ્મશાનયાત્રામાં જતા*
*સમયે એવુ ના વિચારસો*
*કે તમે લાશ ને તેની*
*અંતિમ મંઝીલ સુધી લઇ*
*જાવ છો.*
*હકીકત તો એ છે, કે એ*
*લાશ તમને તમારી અંતિમ*
*મંઝીલ બતાવી રહી છે.*
🍃🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃
ÅĐ 👇👌😘
તારા હૃદયાવકાશમાં ચંદ્ર થવા, હું રાત પડવાની ખૂબ આતુરતાથી, રાહ જોઇને અહીં બેસી રહ્યો.......
પણ રાત પડતા સુધીમાં તો, હું તારામાં જ એટલો વિખરાયો કે, માત્ર તારો બનીને રહી ગયો .
😍😍😘👌🙈
#Dremegirl😍
😘😘😘😝😍😍😍😘😘😘😝😍😍😍😘😘😘
20/03/2017
💘 ગર્વિલો ગુજરાતી ❤
💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖
*એય Թαtհմ*👱🏻♀🌹
*બહુજ સુંદર છે આંખો તારી,.*😍😘 *હાય....,*
*આમ રાત દિવસ જાગ્યા ના કર,.*
*ઊંઘ તો આવશે આપોઆપ,.*
*બસ, મારા વિશે આટલું બધું વિચાર્યા ના કર,.*😎
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
*એ ઓશીકું બહુ વહાલુ...*
*જેના પર સપનું આવ્યુ તારુ...!!*
💘 ગર્વિલો ગુજરાતી ❤
*AD👇👌😘*
*તું ઝરૂખેથી જરા ડોકાય છે,વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે.*
*જે તરફ તારા મળે પગલાં મને,ત્યાં જવાનું મન વધારે થાય છે.*
*જે લખી\'તી મે ગઝલ તારા વિશે,આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.*
*એક તારા રૂપની જોવા ઝલક,આયખું આખુ\'ય વીતી જાય છે.*
😍😍😘👌🙈
*#Dremegirl😍*
H!®🔹🔹🔹
મો પર દુપટો બાંધીને બહાર નીકળતી છોકરી એ ખુબ સરસ કીધુ........
"સુરજ ના તાપ આડા કદાચ વાદળો આવી જાશે પણ આ જમાનામાં લોકોની આંખ આડે શરમ નહિ જ આવે"........😞
📿|| Զเधे Զเधे ||📿
℘αgℓï👇👌😘
*મારી તો ઋતું*
*તારા મિજાજ પર નિર્ભર હોય છે,*
*તુ મળે તો વસંત ,*
*તુ ન મળે પાનખર હોય છે !*
*#Dremegirl😍*
H!®🔹🔹🔹
ખભો જોઇએ છે ભાડા પટ્ટે , ભાડુ મો માગ્યુ…!!
શરત ☝🏻એક જ…..
માથુ ઢાળુ ત્યારે ધકધક💗 સંભળાવવુ જોઇએ…
📿|| Զเधे Զเधे ||📿
18/03/2017
💘 ગર્વિલો ગુજરાતી ❤
💘💛💛💘💛💛💘💛💛💛💘💛💛💘💛💛💘
AD👇👌😘
*એ મારો વહેમ હતો કે વિશ્ર્વ સુંદરી જ વિશ્ર્વ મા સૌથી સુંદર હોય છે,*
*પણ તને મળ્યા પહેલા.*
*તારી ઝલક જોઈ અને હું ખુદ ને ભૂલી ગયો,તારી અદા જોઈ મારી આદત ભૂલી ગયો.*
*ખબર નઇ કેવો જાદુ કર્યો છે તે, તારી ચાહત માં દુનિયા ની ચાહત ભૂલી ગયો.*
😍😍😘👌🙈
*#Dremegirl😍*
💑💑😘💑💑😘💑💑😘💑💑😘💑💑😘💑💑
AD👇👌😘
*તુ કાગળો ઉપર હજુ વઘારે સુંદર દેખાય છે. ..😍*
*વિશ્વાશ ન હોય તો મારૂ લખેલૂ વાંચ્યા કર..😘*
😍😍😘👌🙈
😍😎😎😍😎😎😍😎😎😎😍😎😎😍😎😎😍
Subscribe to:
Posts (Atom)
via Instagram

-
💘 ગર્વિલો ગુજરાતી ❤💘 ગર્વિલો ગુજરાતી ❤ ધન્ય ગુજરાત કનૈયાલાલ મુનશી એ લખ્યું છે કે,........... “ગુ...
-
મેં તારા નામ નો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂંસાવા ક્યાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે, મલક કઈ કેટલા ખૂંદયા, બધા ની ધૂળ ચો...