28/02/2017

થઇ શકે યાદોનુ ઓપરેશન તો હુ દીલના દવાખાને એડમીટ થવા તૈયાર છુ...

💘 ગર્વિલો ગુજરાતી ❤


🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃*જોઈતું મળી જાય એ "સમૃદ્ધિ" છે,**પણ*

*એના વિના ચલાવી શકીએ એ તો "સામર્થ્ય" છે......*🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃🍃

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃​સુરજ અને ચાંદ નીકળ્યા સાથમાં ,​
​છુપાવાને (vad) ૧૪ની સાંજે આભમાં.​
​સૌ તારા નીકળ્યા સાથમાં,​

​શોધવાને બંનેને રાતમાં.​
​બેવ દેખાયા "સુદ"ની સાંજે ,​
​ક્ષિતિજે સાથમાં .​
​🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃​🍃🍃🍃🍃

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃


લોકો કહે કે સ્ત્રી નુ કોઈ ઘર નથી હોતુ​
​પણ​

 ​હકીકતતો એ છે કે​​કોઈ સ્ત્રી વીના નુ ઘર, ઘર નથી હોતુ​


🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃​🍃🍃🍃🍃

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃*લોકોને એટલા પણ નજીક ન આવવા દેવા કે એ વધુ પડતી 
નિકટતા જ વિખૂટા પડવાનું કારણ બને!*🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃🍃

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃


☞      તમને યાદ કર્યા વગર રહેવાતું નથી ..!                         દુર છો તમે                               પણ      આ દુરી પળ ભર માટે પણ સહેવાતિ નથી ..!આમ તો ખુલી આંખે પણ દેખાય છે છબિ આપની ..!                  👀  પણ શું કરું હું   👀    આપના દિદાર વગર આ જીંદગી ગમતી નથી ...


🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃🍃



🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃


*નીંદ આવી ના આવી* *પડી જાય સવાર* *ઉઠતા ઉઠતા ચાલુ હોય એજ પાઠ**તૈયાર થઈ કરીએ દીન શરુ**વાટ જોઈએ કમનસીબ રાતની*
*શુભ સવાર મિત્રો*


🍃🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃🍃

💚હા હું ગુજરાતી છું💚

ખુલ્લા પગે શેરી મા રમતાતા ત્યારની આ વાત છે...
નાસ્તો એકબીજાનો જમતાતા ત્યારની આ વાત છે...
ઝગડો થય જીકી દેતાતા ઢીકા, પાટુ ને મુક્કા...
ફરી ખભા મિલાવી ફરતાતા ત્યારની આ વાત છે...
ખાલી ખિસ્સામાં પણ રૂઆબ નવાબો જેવો હતો...
દોસ્તોને દુનિયા ગણતાતા ત્યારની આ વાત છે...
પ્રેમ આવે તો દિલ દેતા ને ગુસ્સો આવે તો ગાળ...
તોય એકબીજાને ગમતાંતા ત્યારની આ વાત છે...
હવે કોણ, ક્યાં, કેટલા કમાય એ'ય ખબર નથી...
આ તો સૌ દોસ્તો સાથે ભણતાતા ત્યારની આ વાત છે.....

થોડીક આધી તો,થોડીક પાછી થઇ જાય છે.

રોજ બીમાર આ જીન્દગી,રોજ પાછી સાજી થઇ જાય છે.

ગર્વીલો ગુજરાતી

ડાયરીના બે સળંગ પાનાંની વચ્ચે છુપાઈ ગયેલી વાર્તા છે તૂ,

ભૂલવાની મારી તાકાત નથી ને લખવાની મારી હિમંત નથી...!

💘 ગર્વિલો ગુજરાતી ❤

💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕

AD👇👌😘
      પૂનમની રાતે ચાંદની વળખાાય છે, શીતળતાભર્યા સ્પર્શથી રાત મલકાય છે,

      તારા ગુલાબી મુખ પર શરમના ફૂલની, મદહોશી જોઈ શરમ પણ શરમાય છે.
😍😍😘☝🙈

💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕

AD👇👌😘
કિતાબી છે ચહેરો તારો,
જેટલો વંચાયો મારાથી એટલી જ ગઝલો બની,,,!!
😍😍😘☝🙈

💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕

AD 👇👌😘
      અરે, તારી અાંખો તો જો; કેવી કરે છે કામણા !

      બસ તું એમાં વસાવી લે એ જ મારાં શમણાં
😍😍😘☝🙈

💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕

​℘αgℓï​​👇👌😘
     મને ઈ હમેશા કે,"તને શબ્દો થી રમતા બોવ આવડે છે "
અને
     હું કહેતો " તું આંખો થી રમી જાય છે એનું શું ? "
😍😍😘☝🙈

💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕

​℘αgℓï​​👇👌😘
      રખડી છે તું મારી એકલતા ની સીમમા કદી??

      તારી જ મહોબ્બતના મેળા ભરાય છે અહીં...
😍😍😘☝🙈

💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕

​℘αgℓï​​👇👌😘
     તારા નામ ની જ ભરતી ને તારા જ નામ ની ઓટ,

     ભલે હુ ગમે તેટલુ લખુ, પણ હમેશા રેહશે તારી વાહ ની ખોટ...
😍😍😘☝🙈

💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕

AD👇👌😘
       જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદારી છું,
       પછાડું હું ઉડતા પંખી ને એવો હું શિકારી છું,

        ખરેખર બાદશાહ બેતાબ છુ આખી આલમ નો,
        છતાં આપની મીઠી નજર કાજે ભીખારી છુ...
😍😍😘☝🙈

💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕

AD👇👌😘
        એના પર કવિતા લખુ એવા મારી પાસે છંદ નથી ,
        એનુ ચિત્ર દોરી શકુ એવા મારી પાસે રંગ નથી ,
        કુદરતને કહ્યુ ફરી બનાવ આવી સુંદરતા ,
        કુદરતે કહ્યુ મજબુર છુ આવા સુંદર બીજા અંગ નથી .
😍😍😘☝🙈

💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕

℘αgℓï​​👇👌😘
કેમ પ્રેમ થયો એ તો મને ખબર નથી,
પણ હુ ઘવાયો તેની પાછળ તેની આ આંખોનો વાંક છે.
😍😍😘☝🙈

💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕

℘αgℓï​​👇👌😘
    રૂપ તારું સમાઈ ગયું દિલ માં,
નામ તારું લખાઈ ગયું દિલ માં,
    સ્પર્શ ની કોઈ રીત ના જાણી, તોય
પણ,એ જણાઈ ગયું દિલ માં...
😍😍😘☝🙈

💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕

℘αgℓï​​👇👌😘
     આંખોની હરિફાઈમાં અમારી હાર નક્કી જ છે,

     તમે સામે જોવો છો ને અમારી એક આંખ મીંચાઈ જાય છે...
😍😍😘☝🙈

💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕

AD👇👌😘
     ઝુલ્ફો જો તારી એક રાત બની જાય,અને નાજુક આ ચેહરો ચાંદ બની જાય,
      હાસ્ય તણા મોતી સિતારા બની જાય,તો જીવન આ મારું સ્વર્ગાકાશ બની જાય..!
😍😍😘☝🙈

💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕

℘αgℓï​​👇👌😘
તારી આંખો ની ભાષા પણ
ગજબ હોય છે,
કેટલું બોલે છે #તું....
જ્યારે....ચુપ હોય છે..!!!
😍😍😘☝🙈

💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕

AD👇👌😘
     ભીની ભીની સુગંધ કોઈ મને ભીતર સુધી વિંધે,
     ફુલોને પુછ્યું સરનામું, એ તારી તરફ આંગળી ચીંધે...
😍😍😘☝🙈

😘😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍😘


27/02/2017

ગર્વિલો ગુજરાતી

💕💝💕💝💕💝💕💝💕💝💕💝💕💝💕💝💕

સોલંકી દીપક "રહીશ"

*મુક્તક*

મારી જાત સાથે ખીલવાડ ના કરો
મને બંધક બનાવી મારધાડ ના કરો

મરણ પણ આવી ગયુ છે મારુ
ભાઈ ખોટી ચિંતા કે દોડાદોડ ના કરો

*રહીશ*
_____________________________________________

વાત હથેળીની નથી તારા વિચારોની છે
ભાગ્યની રેખા જોવા હાથ લંબાવે છે
*રહીશ*
_____________________________________________

દિલને પણ ખોટું લાગે છે મિત્ર વગર
જીવન પણ સુનું લાગે છે મિત્ર વગર

હાથમાં હાથ નાખી ગામ ખોળી નાખ્યા
મરણ પણ તૂરું લાગે છે મિત્ર વગર

રહીશ
_____________________________________________

માતૃભાષા એક નિમિતે લગ્ન ગીત

રાગ - (સોના ઇંઢોણી રૂપા બેડલા)


સોનાનું સાસરુને રુપાનું પિયરીયું
સોનાના સાસરામાં બેની મારા હાલ્યા સાસરીયે

દાદાને છોડીને માતાને છોડી
નાનેરા વિરાને છોડી બેની મારા હાલ્યા સાસરીયે

સાસુના સંગાથે ને સસરા સંગાથે
પીયુની પડખે બેસી બેની મારા હાલ્યા સાસરીયે

અઢળક વાતોને અધુરીસે રાતો
નવા રે સપનાની સાથે બેની મારા હાલ્યા સાસરીયે

રોશે મારી બેનુને રોશે મારી સખીઓ
જેઠાણી ને દેરાણી સંગે બેની મારા હાલ્યા સાસરીયે

યાદોની ભીંતો છોડી છોડી મારી ડેલી
હળવે હળવે પગલે બેની મારા હાલ્યા સાસરીયે

પિતા મારા શંભુને માતા મારી પારવતી
છોડીને જાવું પડસે બેની મારા હાલ્યા સાસરીયે

બેનીનો વીરો કોની હારે રમશે
વિરાની યાદો સાથે બેની મારા હાલ્યા સાસરીયે

*રહીશ*
_____________________________________________

હું પણ ચાહું તુજ ને ભાષા
સૌથી પ્યારી મારી માતૃભાષા
રહીશ
_____________________________________________

"મરીઝ"ની મહેરબાનીથી લખાય છે ગઝલ
'રહીશ' તારી વાતુની થોડી થાય છે ગઝલ

રહીશ
_____________________________________________

સહિયારી ગઝલ

*કિશોર મોદી*
*દીપક સોલંકી "રહીશ"*

*કિશોર મોદી*
ભીતરે ઘસામણ *છે તો શું કરું ?*
રોજનું રમખાણ *છે તો શું કરું ?*

*દીપક "રહીશ"*
જાત મારી પાષાણ *છે તો શું કરું ?*
વાત તારી તિર-બાણ *છે તો શું કરું ?*

કિશોર મોદી
શબ્દ જેવો હું સરળ રહું તે છતાં
અહીં ક્ષણેક્ષણ આણ છે તો શું કરું ?

દીપક "રહીશ"
જૂઠી કરી નાખી તે મારી દરેક વાત
તારામા તો છાણ છે તો શું કરું ?

કિશોર મોદી
હું સતત દીવાલ સામે જોઈ રહું
પ્રશ્નનું કમઠાણ છે તો શું કરું ?

દીપક "રહીશ"
વળતા ઉત્તરની વાત જોઈ રહ્યો છું
મારી વાતની ખેચતાણ છે તો શું કરું ?

કિશોર મોદી
એમતો વણકર રહ્યો હું જાતનો
આ તળાવે તાણ છે તો શું કરું ?

દીપક "રહીશ"
ભૂલી ગયો હું મારી જાત કે શું હતી?
મારી જાત પાષાણ છે તો શું કરું ?

કિશોર મોદી
રસ્તે આ "કિશોર" દોડાતું નથી
સ્વપ્ન કચ્ચરઘાણ છે તો શું કરું ?

દીપક "રહીશ"
જીવન હવે જીવાતું નથી "રહીશ"
જીવન ગઢપણ થી બાળપણ છે તો શું કરું ?
_____________________________________________

લગા લગા લગા લગા

દવા ભલે હતી દવા
હવા નથી રહી હવા

મને ન કયો કઈ હવે
કરો,કહો ન બોલવા

પ્રભો નથી હવે તમે
હવે ન બોલ આગવા

દિવો જલે હવે ડિલે
'રહીશ' બોલતો દવા

*રહીશ*

પ્રભો - ઈશ્વર
ડિલે - શરીરે
_____________________________________________

*મુક્તક*

ભલે ને તમે બોવ સારા બનો છો
પછી તોજ તો એમ મારા બનો છો

નથી કોઇને બોલવાનો ઇરાદો
પુછી જો તમે તો અમારા બનો છો

*રહીશ*
_____________________________________________

છે કોઈ એવો "દીપક" જલ્યા વગર રહી શકે?
હા આવો! મને બુઝાવી જુઓ , હું "રહીશ"

*દીપક "રહીશ"*
_____________________________________________

ઝાંઝવા ને પણ ખબર ન હતી કે હું ઉડી જઈશ?
એ પર્ણ તું મને આટલા જ સંગે મને મૂકી દઈશ?

#રહીશ
#દ્વિધા
_____________________________________________

ક્યારેક હું મોત ને ભેટું તો તું શું કરે
બસ હું પણ એક કફન ઓઢી લઉ

#રહીશ
#દ્વિધા
_____________________________________________

એક વૃક્ષની મિત્રતાએ વેલને સહારો આપ્યો
પર્ણ પણ ખર્યા ધરતીએ પણ સહારો આપ્યો
ધોમધખતા તડકામાં ચાલ્યા આવતા ડોશી
વૃક્ષના છાંયડાયે ડોશીને સહારો આપ્યો

રહીશ
_____________________________________________

મોજ મસ્તી અને મહેરબાની
આગ ક્યાં જાવ છે દિવા ની..

રહીશ
_____________________________________________

*માણસ માણસ ન થઇ શક્યો*


ઈર્ષ્યા ઝેરની વાતો કરીને
ક્યારેક શબ્દ એવા બોલે
સંબંધો એક મિનિટે તોડે ધાર જેવા શબ્દ થી
માણસ માણસ ન થઇ શક્યો
ભૂલી ગયો છે ઈશની પ્રાર્થના સાંજે
બબ્બે વાગ્યા સુધી પાર્ટીમાં આખી રાત કાઢી
સંસ્કૃતિને વિકૃતિમાં કાઢી નાખી
હવે માણસ માણસ ન થઇ શક્યો
બે રોટલી માટે દર દર ભટકે
નોકરી ની ને છોકરીની વાત તમારી
સંસ્કાર તો છોડો તેનો છાંટો પણ ન રહ્યો
માણસ માણસ ન થઇ શક્યો
નશાની હાલતમાં રખડે આખી રાતું
માતપિતાની બગાડે જાત્યુ
ગાળો તો પળવારમાં બોલી કાઢે
ઝાપટ તો દર વખતે મારે
માણસ માણસ ન થઇ શક્યો
હવે વધારે થાય છે "રહીશ"
બીજું તો શું આ બધી કરમની કઠણાઈ
માણસ માણસ ન થઇ શક્યો
ભાઈ માણસ માણસ ન થઇ શક્યો.

*રહીશ*
_____________________________________________

લગાગા લગાગા લગાગા લગાગા
સાવ જૂદા હવે થી

ખુદાથી અમે સાવ જૂદા હવે થી
રુ ના પૂમડાં સાવ જૂદા હવે થી

પુછો તો ખરા કોક એવા સવાલો
જવાબો થશે સાવ જૂદા હવે થી

અનામી હવે નામ થોડા ન રાખે
અજ્ઞાની છું તો સાવ જૂદા હવે થી

કિનારો નદીથી જુદો થાય એમાં
શું પાણી પણ થશે સાવ જૂદા હવે થી?

બુમો પાડમાં કોઈ ના આવશે જી
અવાજો થયા સાવ જૂદા હવે થી

*રહીશ*
_____________________________________________

દિવો જલે હવે ડિલે
'રહીશ' બોલતો દવા

રહીશ

ડિલે - શરીરે
_____________________________________________

લગાગા લગાગા લગાગા લગાગા

સબંધો ભલે તોડવાની કરો છો
હવે કેમ ભેગા થવાની કરો છો

મિત્ર નીતી આવી ન ખોટી રખાઈ
પછી તોજ જોડાવવાની કરો છો

ભુલો તો બહૂ થાય છે આ કટાણે
પછી કેમ છીપાવવાની કરો છો

દીપક "રહીશ"
_____________________________________________

કદર કરવા વાળા જ કદર આ નિર્દોષની કરે છે
બાકી તો બીજા પોતાની જાત પર ઘમંડ કરે છે

રહીશ
_____________________________________________

Deepak Rahish

સમય ની સાથે વાતો કરતા સમય વળી બદલાય છે
સમયની આ વાતો કરી વળી સમય ખોટો બગાડે છે

પામ્યો તુજને એજ સમયે સમય વળી હરખાય છે
પામ્યા વગરની વાતો કરી સમય ખોટો બગાડે છે

તુજ મિલનની શોભિત ઘડી હૈયું વળી હરખાય છે
વિદાયની વેળા ધરીને સમય ખોટો બગાડે છે

નથી જાન મડદાં માં એ જોઈ "રહીશ" ઘેલો થાય છે
સગાઓ ની વાત જોઈ સમય ખોટો બગાડે છે.

દીપક સોલંકી "રહીશ"

👆👌👆👌👆👌👆👌👆👌👆👌👆👌👆👌👆

ક્યાં સુધી આમ તારા મલકાતા ચહેરા તરફ તાક્યા કરુ ??

હવે આ પ્રેમ ના કોરા કાગળ મહીં કંઈક તો લખ...

ગર્વિલો ગુજરાતી

😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍

℘αgℓï​​👇👌😘
      તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું;



જો કીકી રાધા થઇ જાય તો કાજળ શ્યામ થઇ જાય.
😍😍😍😘🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
      તારા રૂપથી અંજાઇને
આંખો અંધ થઇ ગઈ,
      તો એ રૂપ મટીને
પછી સુગંધ થઇ ગઇ!
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
      સાથ તારો મજાનો લાગે છે,
પ્રિતનો જાણે ખજાનો લાગે છે,
      હજુ તો કાલે જ મળ્યા હતા આપણે ,
     પણ વીત્યો જાણે એક જમાનો લાગે છે...
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
     ચાહું તો શબ્દો થી વીંધી દઉં, ચાહું તો આંગળી પણ ચીંધી દઉં
    જીતવાની કોઈ જીદ નથી એટલે , નૈં તો પ્રેમ થી ભીંજી દઉં.
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
     એકાદ થીગડું મારા પ્રેમને જો તારુ લાગે,
     ફાટેલા ખિસ્સા સમ હ્રર્દયને તો સારુ લાગે..
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
         હા, આજે તો આંનદ નો ઉમળકો આવી ગયો...
         તારો એક ફોટો શું જોઈ લીધો...
લાગણીઓનો વરસાદ આવી ગયો...
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
     એવું નથી કે ઈમોશન્સની એ કોઈ નવી હાઈટ છે,

     પણ બસ એક તું જો ખુશ છે તો બાકી બધું જ ઓલરાઈટ છે...
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
         લાગણીઓને વ્યક્ત  કરવા  શબ્દો   ગોઠવું છું. ...
         પણ તારી માટેની  લાગણીઓ  શબ્દોમાં  પણ અવ્યક્ત  જ લાગે છે. ....
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
     બહુ ઓશીકા બદલ્યા પણ
એ ઓશીકું બહુ વહાલુ
જેના પર સપનું આવ્યુ તારુ...
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
     દિલ ના ધબકારા પૂછતાં રહ્યા અમને કે કોના માટે ધડકવું અમારે,
     મેં કીધું નામ તો નઈ લેવાય કેમ કે પ્રેમ સફળ ઓછો ને બદનામ વધારે થાય છે...
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
     મને જોઈ તારી ઢળેલી આંખો એટલે જાણે..
     લજામણીનો છોડ..!!
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
      તું આવે કે ના આવે તારા વિચાર આવે છે

      એક પછી એક અને એ પણ લગાતાર આવે છે.....
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
     તારી ગઝલ ની થોડીક છાલક માર,

મારા શબ્દો ને આજે આળસ ચડી છે..!

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
      બે ચાર ક્ષણ તું જ્યારે આંખોમાં મુજ રહે છે...
      મારી કલમથી જાણે સાક્ષાત તુ જ વહે છે
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
     તારી આંખો ની ભાષા પણ
ગજબ હોય છે,
       કેટલું બોલે છે #તું....
જ્યારે....ચુપ હોય છે..!!!
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

 ℘αgℓï​​👇👌
     ચહેરો મુરઝાઇ જવાના લાખ કારણ છે,
      ને તમારું સ્મિત માત્ર એનું નિવારણ છે!
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌
      તેની એક નજર, અરમાનોને ખાખ કરી ગઇ,

      તે આવી અમેરિકાની જેમ, મને ઇરાક કરી ગઇ.
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
      તલવાર ને ભાલા ના વાર સામે તો હું તરી ગયો,
      આવ્યું પ્રેમ રૂપી ગુલાબ ને હું મરી ગયો...
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
      મારો પ્રેમ પણ કેવો ડિજિટલ થઈ ગયો,​
​તે સ્માઈલ સ્વાઈપ કર્યું ને હું કેશ થઈ ગયો...​
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
     નઝરથી મળી નઝર અને લાગણીઓને વહેમ થઇ ગયો..
     મારા શબ્દોને તારા વર્ણન સાથે પ્રેમ થઇ ગયો..!!
😍😍😘☝

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

AD👇👌😘
     તેની એક નઝર થી ઘાયલ થયો છુ,

     તેની બીજી નઝર થી શાયર થયો છુ, 😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
     સાચુ કહુ તો પ્રેમ મા એક સજા છે,
નિંદ મા પણ તને યાદ કરવાની મજા છે.
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

AD👇👌😘
      તું ખરેખર લાખોમાં એક હોઈશ એવું હવે પ્રતીત થાય છે,
      તારા માટે લખેલા મારા શબ્દોની પણ હવે ચોરી થાય છે...
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
      ખરતો તારો જોયો ને તારો ચહેરો યાદ આવ્યો.

      તારા ચહેરાની સુંદરતા ને ન નિહાળવાનો રંજ મે તારલાઓને જોઈને પૂરો કર્યો.
😍😍😘☝🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

​℘αgℓï​​👇👌😘
           રૂબરૂમાં એમની સામે એમ જોવાયુ નહી,
           જેવી રીતે જોઊં છું હું એમની તસવીરને...
  😍😍😍😘🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

​℘αgℓï​​👇👌😘
           બસ વાર તારી અટક માં સુધારો કરીશ,
           ને પછી આખી જિંદગી હું તારો રહીશ
😍😍😍😘🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
    એવુ નથી કે..
જોર નથી મારી પાંખમાં ..
પણ..
    બસ ઉડવુ ગમતુ નથી..
કેદ થયા પછી તારી આંખમાં
😍😍😍😘🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï 👇👌😘
      કસુંબલ તારુ રુપ કેવુ ? મારા શબ્દો મદહોશ થયા છે...
      જે રસ્તેથી નીકળ્યા તમે ત્યાં કેટલાય બેહોશ થયા છે...
😍😍😍😘🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï​​👇👌😘
      તું મને ક્યાં આમતેમ શોધે છે, હું તો તારા હ્રદયમાં જ છું,
      તું મને હળવેથી અનુભવ કર અને હું મળી જઈશ...

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

​℘αgℓï​​👇👌😘
     હું તને કેવી રીતે સમજાવુ કે હું તને કેટલો પ્રેમ કરુ છું,

     પણ જ્યારે તુ સમજીશ ને પગલી, તને મારાથી પ્રેમ થઈ જશે

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

​℘αgℓï​​👇👌😘
     કોઇ સારુ બહાનુ શોઘજે
મારા થી નારાજ થવાનુ,
     કારણકે તને ચાહવા સિવાય
બીજો કોઇ ગુનો નથી કયૉં.

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

​℘αgℓï​​👇👌😘
     તલવાર જરૂરી નથી વાર કરવા માટે વાર તો નઝર પણ કરી લે છે ફરક માત્ર એટલોજ છે કે તલવાર      ઉઠીને વાર કરે છેજયારે નઝર ઝુકી ને વાર કરે છે.

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

​℘αgℓï​​👇👌😘
     મારી આવડી અમથી આંખમાં હું બેઉને કેમ
 સમાવું ?
    નીંદર કહે હું અંદર આવું સપના કહે હું બહાર ના
 જાઉં...

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

​℘αgℓï​​👇👌😘
    ખબર નથી તું, નજર માં કયુ હથિયાર રાખે છે..
    ઘા થાય છે હૈયા માં,

    જયારે તું, કાજળ નો શણગાર રાખે છે..!!

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï 👇👌😘
📝નથી નીકળી શકાતુ તારા વિચારો માથી,
જરૂર કોઇ રાઝ છે,
ફકત તને જ ચાહુ છુ,
એ જોઇને તો આખી સૃષ્ટિ નારાજ છે..!
😍😍😍😍😘

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï 👇👌😘
    પાપણ ઢાળી મને અંદર આવતા રોકે છે!!,
    કે પછી મને આંખોમાં કેદ કરવા માંગે છે?
😍😍😍😘🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï 👇👌😘
મેં તારા નામ નો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે,
ભૂંસાવા ક્યાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે,
મલક કઈ કેટલા ખૂંદયા, બધા ની ધૂળ ચોંટી પણ,
હજુયે મારો ધબકારો મેં ગુજરાતી રાખ્યો છે...        

.....DJKEMX
😍😍😍😘🙈

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï 👇👌😘
          જેમ રંગાઈ જાય છે પૃથ્વી વસંતના રંગમાં,

          વેરાય છે ખુશ્બુ વાતાવરણમાં તેમ તું પણ જો આપે સાથ તો હું પણ રંગાઈ જાઉં તારા સતરંગી રંગમાં.
😍😍😍😘🙈☝👌
                             ..😉અतરંgi😎

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

℘αgℓï ☝👌😘
એટલી સસ્તી નથી આ જિંદગી કે,
કોઈ ની પાછળ હું ગુજારી દઉં,
છતાં પણ તને જોઇ ને થાય છે કે
ચાલ ને ફરી એક વાર વિચારી લઉં...
😍😍😘🙈☝👌

😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍

ગર્વિલો ગુજરાતી

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾

ઘરના
મુખ્ય પ્રવેશદ્વારના ઓટલે
બેઠો હતો એક કવિ
કવિતા ઠોલતો ઠોલતો
બારણું ખૂલ્લું મૂકીને....
એક ખસુરિયું કૂતરું
દબાતા પગે અને પૂંછડીએ
ખૂલ્લા બારણેથી ઘૂસ્યું
ઘર ફંફોસવા.....
પછી
વીલાં મોઢે અને
ઉપહાસભરી નજરે
કવિને જોતુંજોતું
આવ્યું બહાર. .....
કવિ કહે -
"કાં મળ્યું કંઈ ?????
આપઘાત કરે ઊંદર
અને ગળાફાંસો ખાતાં માંજર અહીં
હું અમસ્તો બેઠો હોઈશ બહાર !!!!!"
અને
કૂતરું
દયાભરી નજર નાખી
ચાલ્યું ગયું બારોબાર.
- મુકેશ દવે

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

આપણે એક સાથે શ્વાસોચ્છ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી.
આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી ?

- ખલિલ ધનતેજવી

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો ...

- મુકુલ ચોક્સી

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

જામી ગયેલા સંબંધો ઉપર, બાઝી ગયેલ સમયની ધૂળને હળવેકથી ફૂંક મારી સમયસર ઉડાડવી, તેનુ નામ ``વેલ ઇન ટાઇમ ડે..!!!.''
કેમ બધું આજે નવું લાગે છે ?
કોઇ હૈયામાં ગયું લાગે છે.

    - ગૌરાંગ ઠાકર

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

શું "જતું"કરવું
       અને
શું "જાતે"કરવું
  એ જો સમજાઇ જાય
       તો સ્વગઁ અહીંજ છે....
।। સુપ્રભાતમ્ ....
🌷જય શ્રીકૃષ્ણ..।।🌷

💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮💮

વાયદા તો સાત ફેરા નાં પણ અધૂરા રહે છે...
.
ને દુનિયા ને આજના દિવસ પર ભરોસો છે...!!!!!
લ્યો અમારા પ્રેમને પીંછું કહી દો,
એ ન ફાવે તો કશું બીજું કહી દો.
શક્ય છે હું વૃક્ષ માફક જાઉં ખીલી,
જો તમે કાંઈક લીલું લીલું કહી દો.

- અનિલ ચાવડા

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ કરી જો રદ, ખબર પડશે તને.

લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.

– ખલીલ ધનતેજવી

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

મને મારી ભાષા ગમે છે કારણ બાને હું બા કહી શકું છું.

‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.

તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.

બા ત્યારે સહેજ હસેલી - કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને રાત્રે પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.

બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી તે બધું જ અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે,

કારણ મને મારી બા ગમે છે.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ઝાકળ ઘણું પડે ને ખબર પણ પડે નહીં
આખું ચમન રડે ને ખબર  પણ પડે નહીં

મારી જ ઊતરડાય ત્વચા, શું કરું કહો !
મારા જ નખ વડે ને ખબર પણ પડે નહીં

માને છે સહુ એમ કે મસ્તક છે હેમખેમ
આ ધડ અલગ લડેને ખબર પણ પડે નહીં

જાગું હું  આખી  રાત ઉજાસોની શોધમાં
સૂરજ જરી ચડે ને ખબર પણ પડે નહીં

આખુંય  ઘર  ઉડીને  કબુતર  બની ગયું
એકાંત ફડફડે ને ખબર પણ પડે નહીં

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

ગર્વિલો ગુજરાતી


*"બકુડી" તારી લટ, ને તારો વટ,* 
*મારા ️દીલ❤ મા કરે ખટપટ...* ☝
*"બકુડી" તારી યાદો થી જીંદગી મારી ખુબસુરત રહશે,* 



*મારી આખોમાં તારો જ ચહેરો રહશે,* 
*કોઈ નહીં લઇ શકે ક્યારેય તારી જગ્યા કારણ આ દિલને હંમેશા તારી જરૂરત રહશે..* ☝



*પૂનમની રાતે ચાંદની વળખાાય છે,*
*શીતળતાભર્યા સ્પર્શથી રાત મલકાય છે,* 

*"બકુડી" તારા ગુલાબી મુખ‍♀ પર શરમના ફૂલની, મદહોશી જોઈ શરમ પણ શરમાય છે.*.. ☝

*મારો ફોન થોડોક ખાલી-ખાલી લાગે છે,*

*લાવ તારા "D℘" થી ભરી નાખુ એને*.. ☝

*ભગવાન એ મારા નસીબમા શુ લખ્યું છે "I δont кท๑พ"*
*પણ...*
*"બકુડી" તને હુ ગમે એમ મેળવી લઇ "тнαт ï кท๑พ"..* ☝
พяïтεя: #બકુડી ❤ #કાતીલ


*"બકુડી" ચમક્યા ચાંદ તારા કે એમની આંખોની વાત છે??*
*નજર એટલી કાતિલ કે લાગ્યુ આજ ફરી મિલનની રાત છે..* ☝

*હમણા મને એક મિત્ર એ મેસેજ કરી કહયુ,*
*કાતીલ ભાઇ તમારી "બકુડી" ની બધી જ શાયરી જોરદાર હોય છે..* 

*"બકુડી" શાયરી માટે કોઇ Apps છે??*
*મે જવાબ આપયો "હા" અને એ Apps મારા "દીલ" માં છે..* ☝

*મે કહ્યું "બકુડી" તને દરેક સણગાર શોભે છે એવું કેમ??*
*બકુ બોલી પાગલ તારી મીઠી-મીઠી નજરનો કમાલ છે...* ☝



*તારી પાસે મારી એકમાત્ર અરજ છે ,*
*જીવવા માટે મને "બકુડી" એક તારી ગરજ છે...* ☝

*"બકુડી" અત્યારે તું જયાં પણ હોય ત્યાંથી બસ કોઈ એક ક્ષણે મને ચાહે, મને ઝંખે, મને સ્મરે..* ☺☺

*તો એ ક્ષણ મારા માટે તારી સાથે જીવવા કરતા પણ વધુ સુખમય અને રોમાંચક હશે..* ☝

*બનાવટી ઉપનામ રાખીને "શાયરી" અહીંયા આમ લખવી પડે,*
*મને લોકો ઓળખે એનો વાંધો નહી,*
*પણ...*
*"બકુડી" તને કોઈ ના ઓળખે એટલી ચિંતા તો મારે કરવી પડે..* ☝



*For you "બકુડી"*
*ગુલાબી આંખે જો તેરી દેખી શરાબી યે દિલ હો ગયા..* ☝
*રૂબરૂ મળવાનો તો હમણા કોઇ ચાન્સ નથી,* 
*બસ શબ્દો થકી "બકુડી" તને સ્પર્શીયા કરુ છુ..* ☝

*"બકુડી" એ કહયુ ✌ આ ૨ આંગળીઓ માથી ૧ પસંદ કરો,*
*મે કહયુ કેમ?? આનાથી શુ થશે??* 樂
*બકુ:- પહેલી આંગળી પસંદ કરો તો તમે મારા..* 
*હુ બીજી પસંદ કરુ તો??*
*બકુ:- તો હુ તમારી..* ☝
ฟяïтεя: #બકુડી ❤ #કાતીલ

*મને "બકુડી" હમેશા કે,*
*"તને શબ્દો થી રમતા બોવ આવડે છે"*
*અને..*
*હું કહુ "તું આંખો થી રમી જાય છે એનું શું?"* ☝

*"બકુડી" કહે છે જીવી લઈશ ખૂશી થી તારા વગર,* 
*મને ઙર છે તે તુટી ને વિખરાય જશે મારા વગર..* ☹☹

*"બકુડી" નચાવે છે મને આંગળી ના ટેરવે,* ☺
*આ આવડત કોણ શીખવાડે છે એને??* ☝

*મારી હર એક રચનાને મળતી વાહ ની કમાલ "તુ" છે,*
*હુ છુ પ્રેમનો દરિયો અને એમા રહેલુ વહાલ "તુ" છે...* ☝

*આખી દુનિયાને હેરાન કરું એવો છું હું,* 
*"બકુડી" બસ એક તારા થીજ હેરાન થાવ છું હું...* ☝
*વાયડુ "બકુ" માલુ..* ☺☺

*"બકુડી" મારી એક ઇચ્છા આ પણ છે,*
*તું સુઇ ગઇ હોય મારા બાહો મા અને હું તારી "કમર" પર ગલી-ગલી કરુ,* 

*અચાનક આંખ ખુલે તારી અને હું તારા ગાલ પલ મીઠી કીચી-કીચી કલુ...* ☝
ฟяïтεя: #બકુડી ❤ #કાતીલ

*"બકુડી" તું તારી સુંદરતાની ચિંતા ના કરીશ,* 
*કાળું ટીકુ બની હું હંમેશા તારી રક્ષા કરીશ..* ☝

*"βαкบδï" તારી બાહો માં મારો છેલ્લો શ્વાસ,*
*આના થી કિંમતી આ જિંદગી માં શું મળે મને..* ☝

*કોઈ કહે છે, "ફૅન્સી" અને "સ્ટાઈલિશ" વસ્ત્રો પહેરી પતિ સાથે ફરવું એટલે "પ્રેમ"*,
*હું કહું છુ, સજીધજી ને તૈયાર થયેલી મારી "બકુડી" ને આંખ ભરીને જોવી એટલે "પ્રેમ"*... ☝


ગર્વિલો ગુજરાતી

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

```ઝરણાં તેમનું મધુર સંગીત ગુમાવી દેત```

```જો તેમના માર્ગ માં પથ્થરો ના હોત..,```                               

🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*એટલા ચેહરા ખુશ રાખવાના હતા કે,*
*એ ખુદને ખુશ રાખતા ભૂલી ગયો..*
*વાત કરવા કોઈના મળ્યું તો,*
*છેવટે એ અરીસા સામે બોલી ગયો..*

🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*સાહેબ..*
*સંબંધોમાં* *સમર્પણ હોય ગણતરી નહી..*
*ઈતિહાસ સાક્ષી છે..*
*જયાં જયાં સંબંઘોમાં ગણતરી થઇ છે...* *ત્યા પરિણામ હંમેશા બાદબાકી માં જ આવ્યા છે..*

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

*ના છલકાયેલા આંસુઓ નો એમાં ભાર છે,*

*ને ફીદા છે લોકો, કહે છે,*

*આંખો કેટલી પાણીદાર છે !!*

🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*બે અંગત વ્યક્તિ વચ્ચે પુરતો વિશ્વાસ ના હોવાથી બહારના માણસને ગેરસમજ ઊભી કરવાનો સુંદર અવસર મળી જાય છે...*

🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*બદનામીનો ડર જ રહેતો હોય તો ના આવે સાજના સાંજના;*

*કહો એને ગામ આખું સૂતું હોય, ત્યારે આવે એ મોંડી રાતના!*

🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*માતૃભાષા દિવસ*
.
*ગુજરાતીઓ ગેસ સિલિન્ડર ને બાટલો કહેશે  ત્યાં સુધી ગુજરાતી ભાષા ને કોઈ આંચ નહિ આવે*

🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*☞  સંબંધો અને માટીનો ઘડો*
     *બંન્ને એક સરખાં છે સાહેબ,*
*તેની કિંમત બનાવનારને જ હોય ..?*
       *તોડનારને ક્યારેય નહીં ...*
                      ☟
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*છાના પગલે આવિને મને મળવાની આદતમા ઈ કાયમ પકડાઈ જ જાય છે*

*મને મળવા ની ઘેલછામા ઈ "કમ્બખ્ત" એમના ધબકાર છુપાવવા જો ભૂલી જાય છે*

🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*છાના પગલે આવિને મને મળવાની આદતમા ઈ કાયમ પકડાઈ જ જાય છે*

*મને મળવા ની ઘેલછામા ઈ "કમ્બખ્ત" એમના ધબકાર છુપાવવા જો ભૂલી જાય છે*

🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે, માત્ર આપણે તેની હાજરી ની નોધ લેતા નથી .*

🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

☞  "મજબુર" અને "મજબુત" માં ઝાઝો ફર્ક નથી ..!
      💋  સ્વાર્થી માણસથી જો તમે પ્રેમ કરશો  💋
               તો એ તમને મજબુર બનાવશે ..!
                                 પણ
          💘  સાચાં માણસ સાથે પ્રેમ કરશો  💘
     તો એ તમને મજબુત બનાવશે મારાં વ્હાલા ...
                                  ☟
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*કરાવી દે ઓ "સૂરજ" એમના અસ્તિત્વ ના દર્શન,*

*ઘણા "ખાબોચિયાં" ખુદ ને "સમંદર" સમજી બેઠા છે...*

🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*🌿પથ્થર  બનીને ઠેસ પહોંચાડવા  કરતાં*
  
*પગથિયું બનીને ઠેઠ પહોંચાડો..💘🙏*

🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*લીમડાના 🌿 પાન મે પણ ચાખ્યા છે  સાહેબ*

*માણસ ના બોલ કરતા વધારે કડવા નથી હોતા.. સાહેબ*

🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*કેવું સુંદર હતુ ઉપવન*
*રંગબેરંગી ફૂલો ના બગીચા*
*પતંગીયા એની મસ્તી મા*
*શરૂઆત હતી ત્યાં*
*પ્રેમીઓની પ્યાર મહોબ્બત ની*
*ઉછળતુ યૌવન નાચી ઉઠતું*
*ઝરણાઓ મા મસ્તી કરે પક્ષીઓ*
*આતો એક નાનુ  સરખું ઉપવન*

🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

હું એક માસ્તર ઉર્ફે ચોક અને ડસ્ટર!
લખી ને ભુંસવુ 'ને ભુંસી ને લખવું એ જ મારો ક્રમ,
'ને એવું માનવું એ જ તો છે દુનિયાનો ભ્રમ!

ડોકટર હોત તો દર્દીને ખંખેરત,
રાજકારણી હોત તો રૈયત (પ્રજા) ને ખંખેરત,
કવિ હોત તો તારાઓને ખંખેરત...

કઈક તો ખંખેરવુ પડે  ને!
એટલે જ તો... હું માસ્તર ખંખેરતો રહયો છુ 'ને ખંખેરતો રહીશ
"મારી અને મારા વિદ્યાર્થીઓની આળસ..."
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

*લોકોને એટલા પણ નજીક ન આવવા દેવા કે એ વધુ પડતી નિકટતા જ વિખૂટા પડવાનું કારણ બને!*
🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*નીંદ આવી ના આવી*
*પડી જાય સવાર*
*ઉઠતા ઉઠતા ચાલુ હોય એજ પાઠ*
*તૈયાર થઈ કરીએ દીન શરુ*
*વાટ જોઈએ કમનસીબ રાતની*

*શુભ સવાર મિત્રો*

🍃🍃🍃🍃🍃🍃Jeet's🍃🍃🍃🍃🍃🍃🍃

*"મારું હજી કાંઈ નક્કી નહીં,*
*હું તને સાંજે કહું...!"*

*ગુજરાતીઓની આ ઓફિશિયલ 'ના' પાડવાની પદ્ધતિ..!!*
😁😁😁

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

ગર્વિલો ગુજરાતી

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

એક છોકરો પોતાના માતા-પિતા સાથે ફરવા માટે નિકળ્યો હતો. પિતા ગાડી ચલાવતા હતા અને દિકરો પાછળ બેઠો હતો. પિતાને પોતાની આ ગાડી ખુબ વહાલી હતી.એટલે ખુબ કાળજીપૂર્વક લગભગ 80ની સ્પીડથી ગાડી ચાલી રહી હતી.

થોડીવાર પછી એક આધુનિક ગાડી આ ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઇ. પાછળની સીટ પર બેઠેલા દિકરાએ પિતાને કહ્યુ," પપ્પા, આ ગાડી આપણી આગળ નીકળી ગઇ હવે તમે પણ જરા લીવરનો ઉપયોગ કરો આપણે એ ગાડીને ઓવરટેક કરી લઇએ." પિતાએ હસતા હસતા કહ્યુ," બેટા એ શક્ય નથી કારણકે આપણી ગાડી કરતા એ ગાડીની કેપેસીટી વધુ સારી છે."

હજુ તો વાત ચાલુ જ હતી ત્યાં ફરીથી એક કાર વાયુવેગે આવી અને સાઇડ કાપીને આગળ નીકળી ગઇ, છોકરાએ પિતાને કહ્યુ , " શું પપ્પા તમે પણ આમ ગાડી ચલાવાતા હશે! આ બીજી ગાડી પણ આપણી આગળ નીકળી ગઇ જરા લીવર દબાવો."

પિતાએ થોડા ગુસ્સા સાથે કહ્યુ, " તને આપણી આગળ નીકળી ગઇ એ કાર જ દેખાય છે ? આપણા કરતા સામાન્ય સ્થિતિની ઘણી કાર છે જે હજુ આપણી પાછળ જ છે. આ જે ગાડીઓ આગળ નીકળી રહી છે એ બધી જ ગાડીઓની આગળ નીકળવા આપણે જો લીવર દાબીએ તો આપણે આગળ તો ન જ થઇ શકીએ પણ ઉલટાની આપણી ગાડીને કંઇક નુકસાન થાય."

છોકરાએ ધીમેથી પપ્પાને વહાલ કરતા કહ્યુ, " પપ્પા તો પછી મારી સરખામણી તમે બીજા અતિ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કરીને મને કેમ સતત ટોકટોક કર્યા કરો છો ? હું એની સાઇડ કાપવા જઇશ તો મને પણ નુકશાન ન થઇ શકે? અને મારી આગળ નીકળી ગયેલા બધા વિદ્યાર્થી તમને દેખાય છે પણ હું બીજા ઘણા કરતા આગળ છું એ તમને કેમ નથી દેખાતુ ? "

ભગવાને દરેકના ઘરે જુદી-જુદી ક્ષમતાવાળા સંતાનો આપેલા છે. બીજા કોઇની સાથે આપણા સંતાનોની સરખામણી કરીને એની ક્ષમતા બહારની અપેક્ષાઓ રાખીશું તો ઉલટાનું આપણી સંતાનરૂપી ગાડીને પણ નુકસાન થશે.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*પેપરમાં  આવતો  "નિબંધ"*
              *અને*
*જીવનમાં  બંધાતો  "સંબંધ'*

*જો  મન  ગમતો  હોય  ને*
                *તો*
   *નિબંધ  માટે  "શબ્દ"*
               *અને*   
   *સંબંધ  માટે  "લાગણી"*

  *કોઈ  દિવસ  નથી  ખૂટતી.*

*🎀h̥̊ḁ̊v̥̊e̥̊ ḁ̊ n̥̊i̥̊c̥̊e̥̊ d̥̊ḁ̊ẙ̥🎀
            🌴G⭕⭕D🌴
     🌴〽⭕➰N❗NG🌴

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

1).દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર‚
   આપણા ગુરુએ સત ભાખિયા‚ જૂઠડા નહીં રે લગાર ;
   લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
   એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

દેવાયત પંડિત આ ભવિષ્ય વાણી દેવળ દે નારને સંભળાવે છે. તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી છે. આગળ જાણીએ તેને શું ભવિષ્ય કહ્યું છે…

2).પહેલા પહેલા પવન ફરુકશે‚ નદીએ નહીં હોય નીર‚
    ઓતર દિશાથી સાયબો આવશે‚ મોખે હશે હનુમો વીર…
    લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
    એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડાં થશે, પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે. ઉત્તર દિશાથી સાયબો આવશે અર્થાત્ અહીં સાયબાનો અર્થ છે નકલંક અવતાર અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે. તેના રથના મુખ પર હનુમાનજી બીરાજેલા હશે.
આગળ યુદ્ધો વિશેની ભવિષ્યવાણી છે…

3).પોરો આવશે રે સંતો પાપનો‚ ધરતી માગશે રે ભોગ‚
    કેટલાક ખડગે સંહારશે‚ કેટલાક મરશે રોગ…
    લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
    એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

તે કહે છે કે સંતો પણ પાપનો આસરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે. ધરતી માણસ, પશુ, પક્ષી, વનસ્પતિનો સંહાર કરવા લાગશે. યુદ્ધો થશે. ઘણાં રોગોથી મૃત્યુ પામવા લાગશે.
આગળ અમદાવાદના કાકરિયા તળવા વીશે કહે છે….

4).કાંકરિયા તળાવે તંબુ તાણશે‚ સો સો ગાઉની સીમ‚
    રૂડી ને દિસે રળિયામણી‚ ભેળા આવશે અર્જુન ને ભીમ…
    લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
    એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તબૂં બાંધશે યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે. આવા દિવસો આવશે કે કલકી અવતાર સીધા કાંકરીયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે.

5).ધરતી માથે હેમર હાલશે‚ સૂના નગર મોઝાર‚
    #લખમી લૂંટાશે લોકો તણી‚ નહીં કોઈ રાવ કે ફરિયાદ…
    લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
    એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે, નગર સૂનું થવા લાગશે. લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં. સંપત્તિ અને સ્ત્રી બન્નેનો લક્ષ્મી દ્વારા સંકેત છે
**#આજે આપણે જોઈએ છીએ કે બન્ને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. આ દિવસો તો આવી જ ગયા છે.
સાબરમતીનો ઉલ્લેખ કરી ભવિષ્ય કહે છે કે….

6). જતિ રે સતી‚ ને સાબરમતી‚ તિયાં થાશે શૂરાના સંગ્રામ‚
     કાયમ કાળિંગાને મારશે‚ નકલંક ધરશે નામ…
     લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
     એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

યોગીઓ ને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મુકશે. અને સાબરમતીના કિનારે થશે શૂરાઓના સંગ્રામ. જે કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓ દુષ્ટોને મારેશે અને તેનું નામ હશે નકળંક. આવા દિવસો આવશે કે તે નકળંક નામે આવનાર અવતાર ખોટા કામ કરનારે સજા આપશે.

7).ખોટાં થાશે પુસ્તક‚ ખોટાં પાનિયાં‚ ખોટાં કાંઈ કાજીનાં       કુરાન‚
   અસલજાદી રે ચૂડો પહેરશે‚ એવા કાંઈ આગમનાં એંધાણ…
    લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
    એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

પુસ્તકો ખોટાં પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં. કાજીના કુરાન પણ ખોટાં પડશે એટલે કે શાસ્ત્રો-ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે. જે સાચો શૂરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે. આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા.

8).ઓતર દિશાથી સાયબો આવશે‚ આવશે જુગ જૂનો વીર‚
    કળજુગ ઉથાપી સતજુગ થાપશે‚ એવું બોલ્યા દેવાયત    પીર…
    લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
    એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ઉત્તર દિશામાંથી કલકી ભગવાન આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતજુગની સ્થાપના કરશે આવા લેખા-જોખા દેવાયત પંડિતને દેખાયા ..

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

"   *એક વાર અર્જુને કૃષ્ણ ને કહયું  કે આ દિવાલ પર કંઈક એવું લખો કે સુખમાં વાંચુ તો દુખ થાય અને દુખ વાંચું તો સુખ થાય કૃષ્ણ એ લખ્યું* ....
    
      "* *આ સમય જતો રહેશે* *."

   *🏌 GOOD MORNING*🏌

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

હું એક માસ્તર ઉર્ફે ચોક અને ડસ્ટર!
લખી ને ભુંસવુ 'ને ભુંસી ને લખવું એ જ મારો ક્રમ,
'ને એવું માનવું એ જ તો છે દુનિયાનો ભ્રમ!

ડોકટર હોત તો દર્દીને ખંખેરત,
રાજકારણી હોત તો રૈયત (પ્રજા) ને ખંખેરત,
કવિ હોત તો તારાઓને ખંખેરત...

કઈક તો ખંખેરવુ પડે  ને!
એટલે જ તો... હું માસ્તર ખંખેરતો રહયો છુ 'ને ખંખેરતો રહીશ
"મારી અને મારા વિદ્યાર્થીઓની આળસ..."

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

💝__________પ્રેમ-પત્ર__________💝
                             
                                તાjરીખ - આજની
                                મહિનો - પ્રેમનો
                                વાર - દિલનો
વિષય = તમારા દિલમાં જગ્યા લેવા બાબત

        તમારા ચહેરા પરથી જાહેરાત વાંચીને
તમારા દિલને.. મારા દિલની જરૂરત છે.
તમારા દિલને _Ł😘V€_ કરતા નોકરીની
અરજી કરી રહ્યો છું. આપના દિલને મારા
દિલ માટે ભલામણ કરજો.

લાયકાત :
નામ - તમારા પ્રિયતમ😊
અટક - દરીયા દિલ💞
લાયકાત - તમને પ્રેમ કરી શકું એટલી💝

ઉપરની લાયકાત ને ધ્યાનમાં રાખીને નોકરી
આપશો. હું આ નોકરી પુરેપુરી
જવાબદારીથી નિભાવીશ.

                           તારીખ લખું છું તનથી,
                           માસ લખું છું મનથી,
                           સાલ લખું છું સ્નેહથી,
                           પત્ર લખું છું પ્રેમથી.😘

I love u jaanu.......................કલયુગ નો કાનુડો.

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

via Instagram