21/02/2017

āŠ•ાāŠĩ્āŠŊ

પ્રતીક્ષા નું કાવ્ય...
જિંદગી ના કોઈક વળાંકે ક્યાંક આપણે નિયતિ ના નામે મળ્યા. જિંદગી ને જીવી લેવાની ઘેલછા સાથે એક રસ્તા ના મુસાફિર બન્યા.રસ્તા ના કોઈક વળાંકે રોકાયા,ક્યાંક દોડ્યા,ક્યાંક સમય ને દોડાવ્યો,ક્યાંક આપણે હાંફ્યા,ક્યાંક સમય ને હંફાવ્યો ,ક્યાંક ઉડાન આપણે આકાશ થી એ ઊંચી ભરી અને ક્યાંક આપણે નવું ચાલતા શીખેલા બાળક ની માફક પા -પા પગલી પાડતા શીખ્યા,શબ્દો ની વાક્ય રચના ની માફક કાયમ તલાસ માત્ર ને માત્ર અલ્પવિરામ ની ,ક્યાંય પૂર્ણવિરામ ની કલ્પના જ નહિ,સમય નું વ્હેણ દિશા બદલે,એ વ્હેણ માં જિંદગી અને સંબંધો ના અર્થ શોધતા આપણે પણ કોઈક દિશા માં ફંટાઈ એ,અને પછી ક્યાંક દૂર -દૂર ખોવાઈએ ......બધું જ અણધાર્યું,સમય સાથે અધૂરી અને અપરિપક્વ રહેલી સમજણ સાથેનું,શુ મેળવવું છે ?ક્યાં જવું છે?કેમ જવું છે?કશી જ ખબર નહિ,અને એ બેધારા પ્રવાહ માં દૂર દૂર જઈ ને હૃદય ના અતલ ઊંડાણે ઉદ્દભવી ને આંખો ની ખારાશ માં ભળતું અનુભૂતિ નું આક્રંદ એટલે પ્રતીક્ષા નું કાવ્ય,દરિયા ના ઘૂઘવતા મોજા ને મળતું કિનારા નું હાસ્ય એટલે પ્રતીક્ષા નું કાવ્ય,પાનખરે ડાળી થી વિખુટા પડતા પર્ણો નું રુદન એટલે પ્રતીક્ષા નું કાવ્ય,આથમતો સુરજ અને ખીલતી સંધ્યા ની અવસ્થા પછી આકાર લેતો નિશા નો પડઘો એટલે પ્રતીક્ષા નું કાવ્ય,
ક્યાંક તું અને ક્યાંક હું ની વચ્ચે સંયમ અને શિસ્તપૂર્વક જીવન માં ભળતી સ્મરણો ની સૂચિ નું અધૂરું છૂટી ગયેલું
કાવ્ય એટલે .....
વજન જીવન માં એના સ્મરણો થી હશે!
બાકી તો બધી બાદબાકી ની કિંમત
શૂન્ય થી વિશેષ ક્યાં હશે ???

No comments:

Post a Comment

via Instagram