27/02/2017

āŠ—āŠ°્āŠĩિāŠēો āŠ—ુāŠœāŠ°ાāŠĪી

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

એક છોકરો પોતાના માતા-પિતા સાથે ફરવા માટે નિકળ્યો હતો. પિતા ગાડી ચલાવતા હતા અને દિકરો પાછળ બેઠો હતો. પિતાને પોતાની આ ગાડી ખુબ વહાલી હતી.એટલે ખુબ કાળજીપૂર્વક લગભગ 80ની સ્પીડથી ગાડી ચાલી રહી હતી.

થોડીવાર પછી એક આધુનિક ગાડી આ ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઇ. પાછળની સીટ પર બેઠેલા દિકરાએ પિતાને કહ્યુ," પપ્પા, આ ગાડી આપણી આગળ નીકળી ગઇ હવે તમે પણ જરા લીવરનો ઉપયોગ કરો આપણે એ ગાડીને ઓવરટેક કરી લઇએ." પિતાએ હસતા હસતા કહ્યુ," બેટા એ શક્ય નથી કારણકે આપણી ગાડી કરતા એ ગાડીની કેપેસીટી વધુ સારી છે."

હજુ તો વાત ચાલુ જ હતી ત્યાં ફરીથી એક કાર વાયુવેગે આવી અને સાઇડ કાપીને આગળ નીકળી ગઇ, છોકરાએ પિતાને કહ્યુ , " શું પપ્પા તમે પણ આમ ગાડી ચલાવાતા હશે! આ બીજી ગાડી પણ આપણી આગળ નીકળી ગઇ જરા લીવર દબાવો."

પિતાએ થોડા ગુસ્સા સાથે કહ્યુ, " તને આપણી આગળ નીકળી ગઇ એ કાર જ દેખાય છે ? આપણા કરતા સામાન્ય સ્થિતિની ઘણી કાર છે જે હજુ આપણી પાછળ જ છે. આ જે ગાડીઓ આગળ નીકળી રહી છે એ બધી જ ગાડીઓની આગળ નીકળવા આપણે જો લીવર દાબીએ તો આપણે આગળ તો ન જ થઇ શકીએ પણ ઉલટાની આપણી ગાડીને કંઇક નુકસાન થાય."

છોકરાએ ધીમેથી પપ્પાને વહાલ કરતા કહ્યુ, " પપ્પા તો પછી મારી સરખામણી તમે બીજા અતિ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કરીને મને કેમ સતત ટોકટોક કર્યા કરો છો ? હું એની સાઇડ કાપવા જઇશ તો મને પણ નુકશાન ન થઇ શકે? અને મારી આગળ નીકળી ગયેલા બધા વિદ્યાર્થી તમને દેખાય છે પણ હું બીજા ઘણા કરતા આગળ છું એ તમને કેમ નથી દેખાતુ ? "

ભગવાને દરેકના ઘરે જુદી-જુદી ક્ષમતાવાળા સંતાનો આપેલા છે. બીજા કોઇની સાથે આપણા સંતાનોની સરખામણી કરીને એની ક્ષમતા બહારની અપેક્ષાઓ રાખીશું તો ઉલટાનું આપણી સંતાનરૂપી ગાડીને પણ નુકસાન થશે.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*પેપરમાં  આવતો  "નિબંધ"*
              *અને*
*જીવનમાં  બંધાતો  "સંબંધ'*

*જો  મન  ગમતો  હોય  ને*
                *તો*
   *નિબંધ  માટે  "શબ્દ"*
               *અને*   
   *સંબંધ  માટે  "લાગણી"*

  *કોઈ  દિવસ  નથી  ખૂટતી.*

*🎀h̥̊ḁ̊v̥̊e̥̊ ḁ̊ n̥̊i̥̊c̥̊e̥̊ d̥̊ḁ̊ẙ̥🎀
            🌴G⭕⭕D🌴
     🌴〽⭕➰N❗NG🌴

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

1).દેવાયત પંડિત દાડા દાખવે‚ સુણો તમે દેવળદે નાર‚
   આપણા ગુરુએ સત ભાખિયા‚ જૂઠડા નહીં રે લગાર ;
   લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
   એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

દેવાયત પંડિત આ ભવિષ્ય વાણી દેવળ દે નારને સંભળાવે છે. તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેને ગુરુ પાસેથી મળી છે. આગળ જાણીએ તેને શું ભવિષ્ય કહ્યું છે…

2).પહેલા પહેલા પવન ફરુકશે‚ નદીએ નહીં હોય નીર‚
    ઓતર દિશાથી સાયબો આવશે‚ મોખે હશે હનુમો વીર…
    લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
    એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

પહેલા પહેલા પવન ફરુકશે એટલે કે વાવાઝોડાં થશે, પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે. ઉત્તર દિશાથી સાયબો આવશે અર્થાત્ અહીં સાયબાનો અર્થ છે નકલંક અવતાર અર્થાત તેને કલ્કી રૂપે વિષ્ણુભગવાનનો અવતાર થશે તેવું માનવામાં આવે છે. તેના રથના મુખ પર હનુમાનજી બીરાજેલા હશે.
આગળ યુદ્ધો વિશેની ભવિષ્યવાણી છે…

3).પોરો આવશે રે સંતો પાપનો‚ ધરતી માગશે રે ભોગ‚
    કેટલાક ખડગે સંહારશે‚ કેટલાક મરશે રોગ…
    લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
    એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

તે કહે છે કે સંતો પણ પાપનો આસરો લેશે અને ધરતી ભોગ માગવા માંડશે. ધરતી માણસ, પશુ, પક્ષી, વનસ્પતિનો સંહાર કરવા લાગશે. યુદ્ધો થશે. ઘણાં રોગોથી મૃત્યુ પામવા લાગશે.
આગળ અમદાવાદના કાકરિયા તળવા વીશે કહે છે….

4).કાંકરિયા તળાવે તંબુ તાણશે‚ સો સો ગાઉની સીમ‚
    રૂડી ને દિસે રળિયામણી‚ ભેળા આવશે અર્જુન ને ભીમ…
    લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
    એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

કહે છે કે કલકી અવતાર કાંકરિયા તળાવે તબૂં બાંધશે યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે. આવા દિવસો આવશે કે કલકી અવતાર સીધા કાંકરીયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે.

5).ધરતી માથે હેમર હાલશે‚ સૂના નગર મોઝાર‚
    #લખમી લૂંટાશે લોકો તણી‚ નહીં કોઈ રાવ કે ફરિયાદ…
    લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
    એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ધરતી પર યુદ્ધના વાહનો ચાલવા લાગશે, નગર સૂનું થવા લાગશે. લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં. સંપત્તિ અને સ્ત્રી બન્નેનો લક્ષ્મી દ્વારા સંકેત છે
**#આજે આપણે જોઈએ છીએ કે બન્ને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી. આ દિવસો તો આવી જ ગયા છે.
સાબરમતીનો ઉલ્લેખ કરી ભવિષ્ય કહે છે કે….

6). જતિ રે સતી‚ ને સાબરમતી‚ તિયાં થાશે શૂરાના સંગ્રામ‚
     કાયમ કાળિંગાને મારશે‚ નકલંક ધરશે નામ…
     લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
     એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

યોગીઓ ને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મુકશે. અને સાબરમતીના કિનારે થશે શૂરાઓના સંગ્રામ. જે કાળા કામ કરનારા છે તેવા કાળિંગાઓ દુષ્ટોને મારેશે અને તેનું નામ હશે નકળંક. આવા દિવસો આવશે કે તે નકળંક નામે આવનાર અવતાર ખોટા કામ કરનારે સજા આપશે.

7).ખોટાં થાશે પુસ્તક‚ ખોટાં પાનિયાં‚ ખોટાં કાંઈ કાજીનાં       કુરાન‚
   અસલજાદી રે ચૂડો પહેરશે‚ એવા કાંઈ આગમનાં એંધાણ…
    લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
    એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

પુસ્તકો ખોટાં પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત રહેશે નહીં. કાજીના કુરાન પણ ખોટાં પડશે એટલે કે શાસ્ત્રો-ધર્મગ્રંથોની વાતો કોઈ માનશે નહીં તેવો અર્થ અહીં અભિપ્રેત છે. જે સાચો શૂરવીરો હશે તે બાયલાની જેમ બેસી જશે. આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા.

8).ઓતર દિશાથી સાયબો આવશે‚ આવશે જુગ જૂનો વીર‚
    કળજુગ ઉથાપી સતજુગ થાપશે‚ એવું બોલ્યા દેવાયત    પીર…
    લખ્યા ને ભાખ્યા‚ સોઈ દિન આવશે…
    એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦

ઉત્તર દિશામાંથી કલકી ભગવાન આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતજુગની સ્થાપના કરશે આવા લેખા-જોખા દેવાયત પંડિતને દેખાયા ..

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

"   *એક વાર અર્જુને કૃષ્ણ ને કહયું  કે આ દિવાલ પર કંઈક એવું લખો કે સુખમાં વાંચુ તો દુખ થાય અને દુખ વાંચું તો સુખ થાય કૃષ્ણ એ લખ્યું* ....
    
      "* *આ સમય જતો રહેશે* *."

   *🏌 GOOD MORNING*🏌

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

હું એક માસ્તર ઉર્ફે ચોક અને ડસ્ટર!
લખી ને ભુંસવુ 'ને ભુંસી ને લખવું એ જ મારો ક્રમ,
'ને એવું માનવું એ જ તો છે દુનિયાનો ભ્રમ!

ડોકટર હોત તો દર્દીને ખંખેરત,
રાજકારણી હોત તો રૈયત (પ્રજા) ને ખંખેરત,
કવિ હોત તો તારાઓને ખંખેરત...

કઈક તો ખંખેરવુ પડે  ને!
એટલે જ તો... હું માસ્તર ખંખેરતો રહયો છુ 'ને ખંખેરતો રહીશ
"મારી અને મારા વિદ્યાર્થીઓની આળસ..."

🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

💝__________પ્રેમ-પત્ર__________💝
                             
                                તાjરીખ - આજની
                                મહિનો - પ્રેમનો
                                વાર - દિલનો
વિષય = તમારા દિલમાં જગ્યા લેવા બાબત

        તમારા ચહેરા પરથી જાહેરાત વાંચીને
તમારા દિલને.. મારા દિલની જરૂરત છે.
તમારા દિલને _Ł😘V€_ કરતા નોકરીની
અરજી કરી રહ્યો છું. આપના દિલને મારા
દિલ માટે ભલામણ કરજો.

લાયકાત :
નામ - તમારા પ્રિયતમ😊
અટક - દરીયા દિલ💞
લાયકાત - તમને પ્રેમ કરી શકું એટલી💝

ઉપરની લાયકાત ને ધ્યાનમાં રાખીને નોકરી
આપશો. હું આ નોકરી પુરેપુરી
જવાબદારીથી નિભાવીશ.

                           તારીખ લખું છું તનથી,
                           માસ લખું છું મનથી,
                           સાલ લખું છું સ્નેહથી,
                           પત્ર લખું છું પ્રેમથી.😘

I love u jaanu.......................કલયુગ નો કાનુડો.

💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

No comments:

Post a Comment

via Instagram